અઠવાડિયામાં માત્ર 4 દિવસ ઓફિસ! આ દેશના કર્મચારીઓ ઓફિસમાં પણ કરે છે જલસા

Iceland Employee Experiment: ઘણીવાર આપણે ઓફિસના કામમાં એટલા મગ્ન થઈ જઈએ છીએ કે આપણે આપણી અંગત જિંદગીને સમય આપવાનું પણ ભૂલી જઈએ છીએ. પરંતુ વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં લોકો અઠવાડિયામાં 4 દિવસ ઓફિસ જાય છે અને બાકીના દિવસો તેમના પરિવાર અથવા મિત્રો સાથે વિતાવે છે.

અઠવાડિયામાં માત્ર 4 દિવસ ઓફિસ! આ દેશના કર્મચારીઓ ઓફિસમાં પણ કરે છે જલસા

નવી દિલ્લીઃ ઘણીવાર આપણે ઓફિસના કામમાં એટલા મગ્ન થઈ જઈએ છીએ કે આપણે આપણી અંગત જિંદગીને સમય આપવાનું પણ ભૂલી જઈએ છીએ. પરંતુ વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં લોકો અઠવાડિયામાં 4 દિવસ ઓફિસ જાય છે અને બાકીના દિવસો તેમના પરિવાર અથવા મિત્રો સાથે વિતાવે છે.

આઈસલેન્ડ એક્સપરિમેન્ટ:
લોકોના જીવનમાંથી તણાવ ઘટાડવા માટે ઘણી વખત કામના કલાકો ઘટાડવાની વાત કરવામાં આવે છે. પરંતુ એક દેશ છે જેણે આ દિશામાં ઘણી પ્રગતિ કરી છે. કામના કલાકો ઘટાડવા માટે આઈસલેન્ડ 2015થી એક પ્રયોગ કરી રહ્યું છે.

બે તબક્કામાં શરૂ થયો હતો ટ્રાયલ:
આઈસલેન્ડ 2,500થી વધુ કર્મચારીઓ સાથે 2015માં અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાનો પ્રયોગ શરૂ કર્યો હતો. આ ટ્રાયલ બે તબક્કામાં પૂર્ણ થયો. પ્રથમ તબક્કામાં, આ ટ્રાયલ 2015થી 2019 સુધી The Reykjavik City Trial અને બીજા તબક્કામાં 2017થી 2021 સુધી The Icelandic Government Trial યોજાયો હતો.

લોકોની પ્રોડક્ટિવિટી વધી:
આઇસલેન્ડની સરકાર જોવા માગતી હતી કે કામના કલાકો ઘટાડવાથી કામ પર અસર થશે કે નહીં. સરકારે જોયું કે આ ટ્રાયલ બાદ લોકોની પ્રોડક્ટિવિટી કાં તો પહેલા જેવી જ રહી અથવા કેટલાક કિસ્સાઓમાં સુધારો આવ્યો છે. મતલબ કે કામના કલાકો ઘટાડવાથી કામ ઘટ્યું નથી. આ ફેરફાર તમામ પ્રકારના કાર્યસ્થળો પર જોવા મળ્યો હતો. આ રીતે ટ્રાયલના પરિણામો તદ્દન હકારાત્મક હતા.

86% કામ કરતા લોકોએ કામના કલાકો ઘટાડ્યા:
ટ્રાયલના હકારાત્મક પરિણામોના કારણે આઇસલેન્ડની ટ્રેડ યુનિયન અને તેમના સંઘે લોકોના કામના કલાકો ઘટાડ્યા. જેના તેમને સફળ પરિણામ જોવા મળ્યા. હાલ દેશની લગભગ 86% વસ્તીને કામના કલાક ઓછા કરવાનો અધિકાર છે. આ ટ્રાયલની સકારાત્મક અસર લોકોના અંગત જીવનમાં પણ જોવા મળી.

Work-Life Balanceમાં આવ્યો સુધારો:
આઇસલેન્ડની સરકારે જોયું કે, કામના કલાકો ઘટાડવાના કારણે લોકોના કામમાં અને અંગત જીવનમાં સંતુલન જળવાઈ રહ્યું છે. નોકરી-વ્યવસાય પર ઓછા કલાક માટે જવાનું હોવાથી તેમના તણાવમાં ઘટાડો આવ્યો. કામના લીધે જીવનમાં થતા ઘર-કંકાસના કેસો પણ ઘટ્યા.

સિંગલ પેરેન્ટ્સ માટે છે જન્નત:
કામના કલાકો ઘટાડવાનો સૌથી વધુ ફાયદો સિંગલ પેરેન્ટ્સને થયો. કામના કલાકો ઓછા હોવાના કારણે, તેમના દૈનિક જીવન પર સકારાત્મક અસર પડી અને જીવનમાંથી નકારાત્મકતા ઓછી થઈ. માતા-પિતાને બાળકો સાથે પણ સમય પસાર કરવાની તક મળી. આ ટ્રાયલે મહિલાઓને ખાસ રાહત આપી. ઘરના કામકાજમાં પુરુષોની ભાગીદારી વધી. ખાસ કરીને સફાઈ અને રસોઈમાં. કામના કલાકો ઘટતા લોકોને પરિવાર સાથે સમય વિતાવવાની તથા મોજ-શોખ પૂરા કરવાનો અવકાશ મળ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news