alcohol

દારૂની હેરાફેરીમાં હવે GSRTC ની પણ મિલીભગત? જિલ્લાધિકારીએ દરોડો પાડતા તંત્રમાં હડકંપ

ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે બુટલેગરો દ્વારા અલગ અલગ પ્રકારનાં ગતકડા કરવામાં આવતા હોય છે. જેમાં ઘણી વખત પોલીસથી માંડીને સ્થાનિક તંત્રની પણ સંડોવણી સામે આવતી હોય છે. જો કે હવે દારૂની હેરાફેરીનો જે કિસ્સો સામે આવ્યો છે તે જાણીને તમે ચોંકી ઉઠશો. કેશોદ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલી એસ.ટી બસમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. કારણ કે એસ.ટી બસને પોલીસ પણ ભાગ્યે જ ચેક કરતી હોય છે. તેવામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 

Sep 17, 2021, 07:10 PM IST

મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, આ શહેરમાં નોનવેજ પર લાગ્યો પ્રતિબંધ; નહીં મળે દારૂ

ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) મથુરામાં દારૂ (liquor) અને માંસના (Meat) વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સીએમ યોગીએ (CM Yogi) સંબંધિત અધિકારીઓને પ્રતિબંધની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો છે

Aug 31, 2021, 04:27 PM IST

ગુજરાત હાઈકોર્ટે કહ્યું- રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજી ટકી શકે, એડવોકેટ જનરલે ઉઠાવેલા વિરોધને ફગાવ્યો

અરજદારોએ જો અરજી કરવી હોય તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે, તે મતલબના એડવોકેટ જનરલે ઉઠાવેલા વાંધાને હાઇકોર્ટે ફગાવી દીધો છે. દારુબંધીને પડકારતી અરજી ઓ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ ટકી શકે તે મતલબની એડ્વોકેટ જનરલને રજૂઆતને હાઈકોર્ટે નકારી છે. 

Aug 23, 2021, 02:21 PM IST

દારૂ સાથે ભૂલથી પણ આ વસ્તુનું ન કરો સેવન, નહીં તો વધી જશે જીવનું જોખમ!

નવી દિલ્લીઃ ઘણા લોકો એવા છે કે, જે દારૂને ખૂબ શોખથી પીવે છે. મોટાભાગે લોકો દારૂ સાથે કંઈક ચટપટુ ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો ફ્રૂટ્સનું કોમ્બિનેશન પણ ખાતા હોય છે. કોઈકને નમકીન તો કોઈકને દારૂ સાથે નોનવેજ ખાવાનું ગમે છે. આમ તો દારૂ સ્વસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. પરંતુ ઘણીવાર દારૂ સાથેનું કોમ્બિનેશન સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડે છે. ત્યારે આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને ડ્રિંક સાથે ભૂલથી પણ ખાવું ન જોઈએ. 

Jul 25, 2021, 03:15 PM IST

પહેલી વખત ક્યારે થયું હતું મદીરાનું સેવન? જાણો બીયર પાર્ટી અને ટકીલાનો ટ્રેન્ડ છે કેટલાં વર્ષ જુનો

નવી દિલ્લીઃ દરેક લોકો પોતાના અનુભવને બદલવા માટે હજારો ઉપાય કરે છે, જેમ કે ઘણી વખત ઉંઘ ઉડાવવા અથવા ફ્રેશ થવા કોફી અને ચા પીવે છે. ઘણા લોકો પોતાનો મૂડ બદલવાના નામ પર દારૂ અથવા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરે છે. નશીલા પદાર્થોની આદત ક્યાંકને ક્યાંક તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તો પણ લોકો નશીલા પદાર્થનું સેવન કેમ કરે છે તે એક મોટો સવાલ છે. માણસે મદીરા તથા અન્ય નશીલા પદાર્થનું સેવન ક્યારે શરૂ કર્યું  હશે તે સવાલ જરૂથી થાય. જે રીતે નશીલા પદાર્થના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે તે રીતે આ સવાલ થવો યોગ્ય છે. આ અંગે યુનિવર્સિટી ઓફ બાથના ઈવોલ્યૂશનરી બાયોલોજી એન્ડ પેલિયોન્ટોલોજીમાં સીનિયર લેક્ચરર, નિકોલસ આર લોન્ગરિચની એક અભ્યાસ સામે આવી છે. 

Jul 20, 2021, 05:16 PM IST

Weird News: ગાંધીનગરમાં ભેંસો દારૂની 101 બોટલ ઢીંચી ગઇ, માલિકને ખાવી પડી જેલની હવા

ગુજરાત (Gujarat News) ના ગાંધીનગર (Gandhinagar) થી એક વિચિત્ર સમાચાર (Weird News) સામે આવ્યા છે. અહીં માણસ નહી પરંતુ ભેંસો દારૂ (Intoxicated Buffaloes) ના નશામાં ધૂત જોવા મળી હતી.

Jul 8, 2021, 02:10 PM IST

OMG! વૈજ્ઞાનિકનો અજીબોગરીબ દાવો, આલ્કોહોલ સૂંઘીને કોરોના દર્દી સાજો થઈ શકશે

કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે અનેક પ્રકારની સારવારના જાત જાતના દાવા કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો અનેક કારગર ઈલાજ પણ શોધી  રહ્યા છે. આલ્કોહોલથી બનેલા સેનેટાઈઝરથી પ્રોટેક્શન મળે છે. પરંતુ કોઈ જો એમ કહે કે આલ્કોહોલ સૂંઘવા માત્રથી કોરોના વાયરસના સંક્રમણથી રક્ષણ મળશે, કે છૂટકારો મળશે તો તમે ચોંકી જશો. અમેરિકામાં આવો જ એક પ્રયોગ હાલ થઈ રહ્યો છે. જેમાં આલ્કોહોલને સૂંઘીને કોવિડ-19થી રાહત મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. 

Jul 6, 2021, 10:16 AM IST

રાઇટ ટુ પ્રાઇવેસીનો અર્થ એ નથી કે લોકોને ઘરમાં બેસી દારૂ પીવાની છુટ અપાય: સરકારની રજુઆત

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં અનેક વખત પોલીસે બિનકાયદેસર ઘુસાડવામાં આવતા દારૂ અને બુટલેગરો દ્વારા બેફામ વેચાઇ રહેલા દારૂનો પર્દાફાશ કર્યો છે. હાઇકોર્ટમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર સુનાવણી શરૂ થઇ છે. રાજ્યના એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ અરજીઓ હાઇકોર્ટે સમક્ષ ટકી શકે નહી તેવી રજુઆત કરી હતી. રાજ્ય સરકારની રજુઆત કહી તે રાઇટ ટુ પ્રાઇવેસીનો અર્થ એવો નથી કે લોકો ઘરમાં બેસીને દારૂ પી શકે. 

Jun 21, 2021, 11:10 PM IST

મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ

પોલીસે (Police) ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ જોવા મળ્યું હતું. જેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી 11.90 લાખ કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલ મળી આવી હતી.

Jun 14, 2021, 09:37 AM IST

લ્યો બોલો સોસાયટીમાંથી મળી દારૂ ભરેલી કાર, પાર્કિંગમાં સંતાડ્યો હતો દારૂ

આ ઘટનામાં પોલીસે (Police) એક આયુષ નામના ઈસમને વોન્ટેડ પણ જાહેર કર્યો છે. અને ઝડપાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Jun 11, 2021, 01:36 PM IST

કાર ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો, કારની તલાશી લેતાં કંઇક આવું મળી આવ્યું

આ અકસ્માત (Accident) માં મોટરસાઇકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે કાર ચાલક (Car Driver) ઘટના સ્થળેથી ભાગી છુટ્યો હતો.

Jun 4, 2021, 02:27 PM IST

Coronavirus Infection સામે રક્ષણ આપે છે દારૂ? એક્સપર્ટએ આપી ચેતવણી

કોરોના વાયરસ (Covid-19) સંક્રમણ જેટલી ઝડપથી ફેલાઇ રહ્યો છે, એટલી જ ઝડપથી તેના નિવારણના જુદા જુદા પ્રિસ્ક્રિપ્શનો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક પ્રકારનો ઉપાય વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે

May 5, 2021, 09:41 PM IST

પ્રગટાવેલી હોળી પાસે સેનેટાઈઝર લગાવીને જવાની ભૂલ ન કરતા, નહિ તો.... 

  • સેનેટાઈઝરમાં 60થી 70 ટકા આલ્કોહોલ હોય છે. આલ્કોહોલની અસર હાથ ઉપર લાંબો સમય સુધી રહે છે. તેથી હોળી દહન સમયે સેનેટાઈઝરનો ઉપયોગ જોખમી પુરવાર થઈ શકે છે
  • કોરોનાથી બચવા માટે હાથ ધોવા જરૂરી છે, પછી તેના માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરો કે સાબુનો, તેનાથી કોઈ ફરક પડતો નથી

Mar 28, 2021, 12:05 PM IST

મત, મદિરા અને મહાનુભાવો: દાહોદમાં દારૂબંધીનો વીડિયો વાયરલ થતા ભોંઠા પડેલા તંત્ર-પોલીસે ખાંડા ખખડાવવાનું શરૂ કર્યું

ગુજરાતમાં કાગળ પર તો દારૂ બંધી જ છે પરંતુ ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ થતી જ હોય છે. તમામ પક્ષો દ્વારા દારૂના દરિયા વહાવવામાં આવતા હોય છે. જો કે દાહોદમાં દારૂની રેલમછેલનો મીડિયાના અહેવાલ આવ્યા બાદ દાહોદ જિલ્લામાં શરાબ સેવનના કથિત વિડીઓ બાબતે પોલીસ તંત્ર અને ચૂંટણી પંચ સફાળુ જાગ્યું છે. 

Feb 26, 2021, 09:19 PM IST

મુંબઇથી કેટરિંગ વ્યવસાય માટે આવેલી યુવતીને રાત્રે ચિક્કાર દારૂ પીવડાવવામાં આવ્યો અને...

શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. મુંબઈથી કેટરીંગના કામ માટે બોલાવેલી યુવતી સાથે તેના કોન્ટ્રાક્ટરે જ નશાની હાલતમાં બળાત્કાર કર્યો હતો. કોન્ટ્રાક્ટરની સાથે અન્ય એક મિત્રએ પણ બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં એક યુવતીએ પણ મદદ કરી. જેને લઈ પોલીસે ગેંગરેપની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Feb 16, 2021, 11:02 PM IST

Ahmedabad: દારૂ હોવાની બાતમી મળી, પોલીસે રેડ પાડી તો મળી આવ્યો રૂપિયાનો ઢગલો

અમદાવાદ શહેરની ઇસનપુર પોલીસને દારૂના જથ્થાની બાતમીમાં દારૂનો જથ્થો તો ન મળ્યો પણ રોકડાનો જથ્થો મળ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દારૂનો જથ્થો શોધી રહી હતી તેવામાં ઘરમાંથી 37 લાખ રોકડા મળી આવ્યા હતા. 
 

Jan 27, 2021, 10:56 PM IST

મોરબીમાં પોલીસ કર્મી જ દારૂની ખેપ મારતા ઝડપાયા, કાર પલ્ટી મારતા ભાંડો ફૂટ્યો

ગુજરાતમાં દારૂબંધી (Gujarat Alcohol Prohibition) છે. જો કે, અવારનવાર દારૂ પીધેલી હાલતમાં કે પછી દારૂની બોટલ કે જથ્થા સાથે પોલીસ કર્મીઓ (Police Personnel) પકડાંતા હયો છે તે હક્કિત છે. ત્યારે આજે મોરબીના (Morbi) જાંબુડિયા ગામ પાસે આવેલા ઓવર બ્રિજ નજીક વહેલી સવારે એક સ્કોર્પિયો કાર (Scorpio Car) પસાર થઈ રહી હતી

Jan 20, 2021, 06:58 PM IST

હવામાન વિભાગે આપી સલાહ, ઠંડીમાં દારૂ પીવાનું ટાળો, નહીંતર રહેશે આ જોખમ

હવામન વિભાગના અનુસાર 28 ડિસેમ્બરથી ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં ઠંડી વધુ વધશે. તેથી તાપમાન ઉચ્ચતમ 3 થી 5 ડિગ્રી સુધી જઇ શકે છે.

Dec 30, 2020, 03:59 PM IST

આ રાજ્ય ડ્રાય સ્ટેટ હોવા છતાં દારૂની જબરદસ્ત રેલમછેલ!, મહારાષ્ટ્ર કરતા વધુ દારૂ વેચાય છે

કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્મા તરફથી મુખ્યમંત્રીને લખાયેલા પત્રને લઈને હવે બધાના નિવેદનો સામે આવી રહ્યા છે. જેના પર આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીનું પણ દારૂબંધી પર નિવેદન આવ્યું છે.

Dec 17, 2020, 02:45 PM IST

Corona: દારૂ વગર ન રહી શકતા અને પાણીની જેમ ગટકાવતા લોકો માટે અત્યંત ખરાબ સમાચાર...

બહુ જલદી ભારતીયોને કોરોનાની રસી મળવાની છે. ત્યારબાદ લોકોનું જીવન ખુશહાલ થઈ જશે. પરંતુ લોકોએ અનેક સાવધાની પણ વર્તવી પડશે. 

Dec 15, 2020, 08:14 AM IST