રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસ પાર્ટીનું સત્તાવાર Twitter એકાઉન્ટ લોક, જાણો શું છે ઘટના
કોંગ્રેસે પોતાના લોક કરાયેલા ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ ફેસબુક પેજ પર શેર કર્યો છે અને લખ્યું છે- જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા તો અમે ડર્યા નહીં, હવે ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યું પરંતુ અમે ડરવાના નથી.
Trending Photos
નવી દિલ્હીઃ રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક નેતાઓ બાદ હવે ટ્વિટરે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પણ લૉક કરી દીધું છે. કોંગ્રેસે ગુરૂવારે આરોપ લગાવ્યો કે ટ્વિટરે કોંગ્રેસના સત્તાવાર હેન્ડલ @INCIndia ને લોક કરી દીધુ છે. તેની જાણકારી પાર્ટીએ પોતાના ફેસબુક પેજ દ્વારા આપી છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્વિટરે નિયમોના ઉલ્લંઘનને લઈને કાર્યવાહી કરી છે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પર સોશિયલ મીડિયા કંપનીએ પગલા ભર્યા છે.
કોંગ્રેસે પોતાના લોક કરાયેલા ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ ફેસબુક પેજ પર શેર કર્યો છે અને લખ્યું છે- જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા તો અમે ડર્યા નહીં, હવે ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યું પરંતુ અમે ડરવાના નથી. અમે કોંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છે, અમે લડીશું, લડતા રહીશું. જો બળાત્કાર પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો ગુનો છે, તો અમે આ ગુનો 100 વખત કરીશું. જય હિંદ... સત્યમેવ જયતે.
Congress says Twitter has blocked its account for violation of rules
Twitter acting under govt pressure. It has already blocked 5000 accounts of our leaders&workers across India. They need to understand we can't be pressurised by Twitter or govt:Rohan Gupta,Social Media Head,AICC pic.twitter.com/pP8fgqwroO
— ANI (@ANI) August 12, 2021
આ પહેલા બુધવારે મોડી રાત્રે કોંગ્રેસે દાવો કર્યો હતો કે રણદીપ સુરજેવાલા સહિત પાર્ટીના પાંચ વરિષ્ઠ નેતાઓના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) ના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટીના સચેતક મનિકમ ટૈગોર, અસમ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રિ જિતેન્દ્ર સિંહ તથા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાછલા સપ્તાહે દિલ્હીમાં કથિત બળાત્કાર અને હત્યાની શિકાર નવ વર્ષની બાળકીના પરિવારની સાથે તસવીરો ટ્વીટ કરી હતી. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ (NCPCR) એ રાહુલ ગાંધીના ટ્વીટ પર હસ્તક્ષેપ કર્યો અને ટ્વિટરને સગીર પીડિતાની નિજતાનું ઉલ્લંઘન કરવા માટે કોંગ્રેસ નેતાના એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુરજેવાલે તે તસવીરને ટ્વીટ કરી પીએમ પર સાધ્યુ હતુ નિશાન
તમને જણાવી દઈએ કે આ મામલા પર કોંગ્રેસ મહાસચિવ અને મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવેલી તસવીરને ટ્વીટ કરતા લખ્યુ- મોદી સરકાર દલિતની પુત્રીને ન્યાય આપવાની જગ્યાએ, હમદર્દી તથા ન્યાય માંગનારનો અવાજ દબાવવા માટે ષડયંત્ર કરી રહી છે. મોદીજી #Twitter ને ડરાવીને રાહુલ ગાંધીના એકાઉન્ટને બંધ કરાવીને પણ ન્યાયનો અવાજ દવાબી શકશે નહીં. ટ્વિટરને દબાવ્યા વગર એફઆઈઆર નોંધાવો, ન્યાય આપવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે