શું તમે ટેક્સથી બચવા પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો છો? એક્સપર્ટનો મોટો ખુલાસો

Income Tax Saving Tips: ટેક્સથી બચવા માટે અનેક લોકો પત્નીના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરે છે, આવું કરવાથી શું ફાયદો થાય અને શું નુકસાન થાયે તેની તજજ્ઞોએ માહિતી આપી 
 

શું તમે ટેક્સથી બચવા પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો છો? એક્સપર્ટનો મોટો ખુલાસો

Tax-Saving Tip: દરેક વ્યક્તિ પોતાની કમાણી પર ટેક્સ બચાવવા માંગે છે અને તેની અનેક રીત છે. પરંતું લોકો એક રીત સૌથી વધુ અપનાવે છે, અને તે પોપ્યુલર પણ છે. ટેક્સ બચાવવા માટે લોકો પત્નીના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરે છે. ટેક્સથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય છે. પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા એ પણ એક રીત છે. પણ આવું કરવાથી કોઈ ફાયદો થાય છે ખરો. ચલો જાણીએ તેના ફાયદા અને નુકસાન. નીચે આપેલા સવાલનો જવાબમાં તમને આ માહિતી મળી જશે.

સવાલ
માની લો કે પતિ પોતાની પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો છો, અને પત્ની હાઉસ વાઈફ છે, જે પતિને મળેલા રૂપિયામાંથી પોતાના નામે મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોકમા ઈન્વેસ્ટ કરે છે, અથવા કોઈ મિલકતમાં ખર્ચે છે. આવામાં ભવિષ્યમાં મિલકત વેચાણ કરવા પર કેપિટલ ગેન ટેક્સનું વળતર કોણ કરશે, પતિ કે પત્ની

જવાબ
એક્સપર્ટનું કહેવુ છે કે, ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન  64(1)(iv) માં જોગવાઈ છે કે, જો કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની સંપત્તિ પોતાની જીવનસાથીને ટ્રાન્સફર કરે છે, તો આવી સંપત્તિથી થનારી આવક તે વ્યક્તિની આવક સાથે જોડાય છે. તેના પર ટેક્સ લાગે છે. તેને ક્લબિંગ પ્રોવિઝન કહેવાય છે. 

તેથી જ કોઈ પતિ પોતાની પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરે છે, જેનો ઉપયોગ પત્ની પોતાના નામે મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોકમાં ઈન્વેસ્ટ કરવા કરે છે, તો આવા સ્ટોક અને મ્યુચ્યઅલ ફંડ પર મળનારા ડિવિડન્ટ અને ઈન્ટ્રેસ્ટ અથવા કેપિટલ ગેનની રીતે થવનારી આવકને પતિ (એટલે કે ટ્રાન્સફર કરનાર) ની ઈવક સાથે જોડી દેવામાં આવે છે. આ રીતે જો કોઈ પતિ સીધી રીતે પોતાની પત્નીના નામ પર પોતના રૂપિયા ઈન્વેસ્ટ કરે છે, તો તેના પર આઈટી એક્ટની ધારા 64 અંતર્ગત ક્લબિંગ પ્રોવિઝન લાગુ થઈ જશે. તેથી આવી મિલકતથી થનારી કોઈ પણ આવ કે આવી મિલકતના ટ્રાન્સફરને કારણે થનારા કેપિલ ગેનની આવકને જોડી દેવામાં આવે છે.

બીજો સવાલ
પતિ તેની પત્નીના નામે ઘર ખરીદે છે (પતિના ખાતામાંથી પત્નીના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે અને પત્નીના ખાતામાંથી ચૂકવણી કરવામાં આવે છે). આવી સ્થિતિમાં, ભવિષ્યમાં આવી મિલકતના વેચાણ પર થયેલા નફા પર કેપિટલ ગેઇન ટેક્સ કોણ ચૂકવશે? અને, જો આ મિલકત ભાડે આપવામાં આવે તો ભાડાની આવક પર કોણ ટેક્સ ભરશે?

જવાબ
આ કિસ્સામાં, આઇટી એક્ટની કલમ 27 એવી જોગવાઈ કરે છે કે જો કોઈ વ્યક્તિ તેના જીવનસાથીને કોઈ વિચારણા કર્યા વિના ઘરની મિલકત ટ્રાન્સફર કરે છે, તો આવા કિસ્સામાં તે મિલકત પર થતી ભાડાની આવક અથવા મૂડી લાભ માત્ર મિલકતના ટ્રાન્સફર પર જ કરપાત્ર છે તે કરનાર વ્યક્તિએ ટેક્સ ચૂકવવો પડશે.
 
Tax-Saving Tips: ટેક્સ બચાવવા શું કરવું

  • જો કોઈ વ્યક્તિ લગ્ન પહેલા તેની ભાવિ પત્નીના નામે મિલકત ટ્રાન્સફર કરે છે, તો તે આવકના ક્લબિંગની જોગવાઈ હેઠળ આવશે નહીં.
  • જો તમે તમારી પત્નીને ખર્ચ માટે દર મહિને પૈસા આપો છો અને તે તેની સાથે બચત કરે છે, તો તે પણ તમારી આવકમાં ઉમેરવામાં આવશે નહીં.
  • તમે તમારા પરિવાર માટે સ્વાસ્થ્ય વીમો લઈને પણ ટેક્સ બચાવી શકો છો. આવકવેરાની કલમ 80D હેઠળ, તમે સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર 25,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો.
  • તમે રોકાણ માટે સંયુક્ત ખાતું પણ ખોલી શકો છો, ફક્ત ધ્યાનમાં રાખો કે પ્રાથમિક ધારક એવો હોવો જોઈએ જેની કર જવાબદારી ઓછી હોય, કારણ કે સંયુક્ત ખાતામાં મળતા વ્યાજ પર ટેક્સ ભરવાની જવાબદારી પ્રાથમિક ધારકની છે.

તહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news