Income Tax: પત્નીને રેન્ટ આપીને પણ લઈ શકો છો ટેક્સમાં છૂટનો લાભ, જાણો કઈ રીતે મળશે તેનો ફાયદો

House Rent Allowance: જો તમે પત્નીને ભાડુ આપો છો તે એચઆરએની છૂટનો લાભ મળી શકે છે. આ સંબંધમાં કોર્ટના ઘણા નિર્ણય આવ્યા છે, જેનાથી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.

Income Tax: પત્નીને રેન્ટ આપીને પણ લઈ શકો છો ટેક્સમાં છૂટનો લાભ, જાણો કઈ રીતે મળશે તેનો ફાયદો

House Rent Allowance: ટેક્સ ભરનારના મનમાં ઘણા પ્રકારની દુવિધાઓ ચાલતી રહે છે. સરકાર ટેક્સની જોગવાઈમાં અલગ-અલગ ફેરફાર કરતી રહે છે. તમે ઘરના ચુકવેલા ભાડા પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. હવે તેમાં વધુ એક જોગવાઈની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે કે પત્નીને ભાડું આપી કઈ રીતે ટેક્સમાં છૂટનો લાભ લઈ શકાય છે. આ સંબંધમાં ઘણા કોર્ટ નિર્ણય પણ આવ્યા છે, જેમાં સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવો સમજીએ કઈ રીતે તેનો લાભ લઈ શકાય છે.

વચગાળાના બજેટમાં ટેક્સ લિમિટ વધવાની આશા
વચગાળાના બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ટેક્સ છૂટની લિમિટ વધારી જનતાને થોડી રાહત આપશે. તેમ માનવામાં આવી રહ્યું છે કે નાણા મંત્રાલય ટેક્સ લિમિટને વધારી શકે છે. ટેક્સ આપનારમાં એચઆરએ (House Rent Allowance)એક મુખ્ય વસ્તુ છે. તમે તેનો ક્લેમ કરી શકો છો ભલે ઘર કોઈના નામે હોય. જો તમારી પત્નીના નામે પણ તે ઘર છે તો એચઆરએ ક્લેમ કરી ટેક્સમાં છૂટનો લાભ લઈ શકાય છે. તમે પત્નીને ભાડુ ચુકવી શકો છો.

નવા ટેક્સ માળખામાં લાભ નહીં
અહીં ધ્યાન આપવા જેવી વાત છે કે નવા ટેક્સ માળખા (New Tax Regime)માં એચઆરએ છૂટનો લાભ ન લઈ શકાય. જો તમે તેનો ફાયદો લેવા ઈચ્છો છો તો જૂની ટેક્સ સિસ્ટમ (Old Tax Regime)ની પસંદગી કરવી પડશે. આવો સમજીએ કઈ રીતે એચઆરએ હેઠળ મળનાર છૂટનો લાભ લેવામાં આવે. તે માટે તમારે છ જોગવાઈઓને મગજમાં રાખવી પડશે.

આ રીતે મળશે ફાયદો
- સૌથી પહેલા તમે પત્નીને ભાડુ આપો છો તો એચઆરએ હેઠળ તેનો લાભ લઈ શકાય છે.

- તાજેતરમાં અમન કુમાર જૈનના કેસમાં ઈનકમ ટેક્સ અપીલ ટ્રિબ્યૂનલ  (ITAT)એ કહ્યું કે પત્નીને ભાડુ ચુકવી શકાય છે. સાથે તેના પર ટેક્સમાં છૂટનો લાભ લઈ શકાય છે. 

- તે માટે પતિ અને પત્ની વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટ હોવો જોઈએ. સાથે પત્નીએ હાઉસ રેન્ટની રસીદો પતિને આપવી પડશે.

- પત્નીએ ભાડાથી મળનાર પૈસાને પોતાની આવકમાં દેખાડવા પડશે. સાથે આવકવેરા રિટર્ન પણ ભરવું પડશે. ભલે તેની આવક ઈનકમ ટેક્સમાં ન આવતી હોય.

- ઘરનો માલિકી હક સંપૂર્ણ રીતે પત્ની પાસે હોવો જોઈએ. પતિ તેના માલિકી હકમાં ભાગીદાર પણ ન હોઈ શકે.

- ટેક્સ છૂટનો લાભ લેવા માટે ટેક્સદાતાને ફોર્મ 12બીબીની સાથે રેટ એગ્રીમેન્ટની રસીદો દેખાડવી પડશે. 

- આ રસીદોમાં ભાડુઆતનું નામ, મકાન માલિકનું નામ, ભાડાની રકમ, મકાન માલિકની સહી અને પાન કાર્ડ હોવું જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news