વધુ એક ઝટકો, ઉદ્યોગોના વિકાસદરમાં ઘટાડો

આ પહેલા જૂન મહિનામાં 8 પ્રમુખ ઉદ્યોગોનો વિકાસ ઘટીને 2.1 ટકા પર આવી ગયો છે. કોર સેક્ટરમાં ઘટાડાનું મુખ્ય કારણ ઓયલ સાથે જોડાયેલા સેક્સર અને સીમેન્ટ ઉત્પાદનમાં ભારે સુસ્તીનું કારણ ગણાવવામાં આવ્યું છે. 

વધુ એક ઝટકો, ઉદ્યોગોના વિકાસદરમાં ઘટાડો

નવી દિલ્હીઃ મોદી સરકારને જીડીપી, જીએસટી બાદ હવે 8 મુખ્ય સેક્ટરોના વિકાસદરે પણ ઝટકો આપ્યો છે. જુલાઈ મહિનામાં 8 કોર સેક્ટરોનો વિકાસ ઘટીને 2.1 ટકા પર આવી ગયો છે. જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં એટલે કે જુલાઈમાં 2018મા તે 7.3 ટકા હતો. 

હકીકતમાં, તમામ પ્રયત્નો છતાં ઉદ્યોગોના વિકાસ દરમાં ગતિ આવતી નથી. પરંતુ પાછલા વર્ષે એપ્રિલ-જુલાઈ ક્વાર્ટરની તુલનામાં આ વખતે એપ્રિલ-જુલાઈ દરમિયાન પ્રોડક્શનમાં 3 ટકાનો વધારો નોંધાયો છે. સોમવારે સરકાર તરફથી આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 

જૂનમાં લાગ્યો હતો મોટો ઝટકો
આ પહેલા જૂન મહિનામાં 8 પ્રમુખ ઉદ્યોગોનો વિકાસ ઘટીને 2.1 ટકા પર આવી ગયો છે. કોર સેક્ટરમાં ઘટાડાનું મુખ્ય કારણ ઓયલ સાથે જોડાયેલા સેક્સર અને સીમેન્ટ ઉત્પાદનમાં ભારે સુસ્તીનું કારણ ગણાવવામાં આવ્યું છે. 

આઠ મુખ્ય ઉદ્યોગમાં કોલકા, ક્રુડ, ઓયલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સીમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી આવે છે. તેનો ભારતના કુલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ (ઔદ્યોગિક ઉત્પાદન)માં આશરે 40 ટકાની ભાગીદારી હોય છે. 

જીડીપી અને જીએસટીએ પણ કર્યાં નિરાશ
ઉલ્લેખનીય છે કે પાછલા શુક્રવારે કેન્દ્રીય આંકડા મંત્રાલયે એપ્રિલ-જૂન ક્વાર્ટરના જીડીપીના આંકડા જાહેર કર્યાં હતા. સરકારી આંકડા પ્રમાણે જીડીપીનો દર પ્રથમ ત્રિમાસીક ગાળામાં 5.8 ટકાથી ઘટીને 5 ટકા પર પહોંચી ગયો છે. જે 6 વર્ષમાં સૌથી નિચલા સ્તર પર છે. તો ઓગસ્ટમાં જીએસટી કલેક્શન ઘટીને 98,203 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news