IPO Update: પૈસા તૈયાર રાખજો, આગામી સપ્તાહે આવશે ત્રણ મોટી કંપનીના આઈપીઓ, જાણો દરેક વિગત

IPO News: શેર બજારમાં દિવાળીના તહેવાર બાદ આઈપીઓની મોસમ શરૂ થવાની છે. આગામી સપ્તાહે ત્રણ મોટી કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે. તમે પણ રોકાણ કરવા ઈચ્છતા હોવ તો પહેલાં આ જરૂરી વાતો જાણી લો.

IPO Update: પૈસા તૈયાર રાખજો, આગામી સપ્તાહે આવશે ત્રણ મોટી કંપનીના આઈપીઓ, જાણો દરેક વિગત

નવી દિલ્હીઃ Three IPO in Next Week: આ નાણાકીય વર્ષના છેલ્લા છ મહિના ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યાં છે. આ દિવાળીની ફેસ્ટિવ સીઝન પૂરી થયા બાદ હવે ઘણી કંપનીઓ આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે. આગામી સપ્તાહ આઈપીઓ પ્રમાણે ખુબ મહત્વનું છે. આગામી સપ્તાહે દેશની ત્રણ મોટી કંપનીઓ માર્કેટમાંથી ફંડ ભેગું કરવા માટે પોતાની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લઈને આવી રહી છે. ધ્યાન આપવા જેવી વાત છે કે ત્રણ કંપનીઓ આગામી સપ્તાહે આઈપીઓ લઈને આવી રહી છે. તેમાં DCX સિસ્ટમનું સબ્સક્રિપ્શન સોમવારથી શરૂ થઈ જશે.

તો ગ્લોબલ હેલ્થ ઈશ્યૂનો આઈપીઓનું સબ્સક્રિપ્શન ગુરૂવારથી શરૂ થશે. તો Fusion Microfinance નો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે બુધવારે ખુલશે. જો તમે કોઈ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો અમે તમને તમામ માહિતી આપી રહ્યાં છીએ. 

DCX System આઈપીઓ
DCX System કંપનીનો આઈપીઓ આગામી સપ્તાહે સોમવારે ખુલવા જઈ રહ્યો છે. આ એક બેંગલુરૂ બેસ્ડ કંપની છે. તેમાં રોકાણકારો 31 ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર 2022 સુધી રોકાણ કરી શકશે. DCX System કંપનીએ આઈપીઓ માટે 197થી 207 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપનીએ જાણકારી આપી છે કે આઈપીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમ કંપની લોન રીપેમેન્ટ કરશે. આ સાથે વર્કિંગ કેપિટલની જરૂરીયાતને પૂરી કરવામાં આવશે. ડીસીએક્સ સિસ્ટમના શેરોનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ બંને પર થશે, જે 11 નવેમ્બરે થવાનું અનુમાન છે. કંપની આ આઈપીઓ દ્વારા બજારમાંથી 500 કરોડ રૂપિયાનું ભંગોળ ભેગું કરવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં 400 કરોડ રૂપિયા ફ્રેશ ઈશ્યૂ દ્વારા અને 100 કરોડ રૂપિયા વીએનજી ટેક્નોલોજી ઓફર ફોર સેલ દ્વારા ભેગા કરશે. 

Global Health આઈપીઓ
દેશભરમાં મેંદાતા (Medanta) બ્રાન્ડ નામથી હોસ્પિટલ ચેન ચલાવનારી કંપની બલ હેલ્થ લિમિટેડનો આઈપીઓ ( Global Health Limited IPO) ગુરૂવારથી ખુલી રહ્યો છે. તેમાં રોકાણકારો 3 નવેમ્બરથી લઈને 7 નવેમ્બર 2022 સુધી રોકાણ કરી શકશે. ગ્લોબલ હેલ્થ લિમિટેડ આઈપીઓ ફ્રેશ ઈશ્યૂ દ્વારા 500 કરોડ રૂપિયા ભેગા કરસે તો 5.08 કરોડ શેર ઓફર ફોર સેલમાં વેચવામાં આવશે. આઈપીઓ દ્વારા આવેલા ફંડથી ગ્લોબલ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ પોતાની બાકી લોન ચુકવશે. તો કંપનીના શેર સ્ટોક માર્કેટમાં 16 નવેમ્બરે લિસ્ટ થશે. 

Fusion Microfinance  આઈપીઓ
ફ્યૂઝન માઇક્રોફાઇનાન્સ કંપનીનો આઈપીઓ 2 નવેમ્બર 2022ના ખુલવાનો છે. તેમાં તમે 4 નવેમ્બર સુધી પૈસા લગાવી શકો છો. આ આઈપીઓ દ્વારા ફ્યૂઝન માઇક્રોફાઇનાન્સ કંપની 600 કરોડ રૂપિા ભેગા કરવાની છે. કંપની આ પૈસા પોતાની લોન ચુકવવા અને પોતાના ઓપરેશન પર ખર્ચ કરવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news