ફરી વધ્યા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ, આ છે આજની લેટેસ્ટ પ્રાઈઝ

ફરી વધ્યા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ, આ છે આજની લેટેસ્ટ પ્રાઈઝ
  • સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થતા ડબાનો ભાવ 2430 રૂપિયા થયો છે. ગઈકાલે પણ તેલના ભાવમાં વધારો થયો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે તેલના ભાવ વધ્યા

ગૌરવ દવે/રાજકોટ :થોડા દિવસોને સ્થિર વલણ બાદ ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો થયો છે. લાંબો સમય તેલના ભાવ સ્થિર રહ્યા હતા, પરંતુ ફરી એકવાર તેલના ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલમાં 40 રૂપિયાનો અને સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે. 

સતત બીજા દિવસે તેલના ભાવમાં વધારો

સતત પંદર દિવસથી ઘટાડા બાદ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થતા તેલના ડબામાં 2300 રૂપિયાનો વધારો થયો છે. તો સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થતા ડબાનો ભાવ 2430 રૂપિયા થયો છે. ગઈકાલે પણ તેલના ભાવમાં વધારો થયો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે તેલના ભાવ વધ્યા છે. 

મે મહિનામાં ભાવ ઘટ્યા હતા, હવે ફરી વધ્યા 

મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો 2500થી 2550 થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા.બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news