LPG Subsidy: LPG સિલિન્ડર પર ફરી શરૂ થઈ સબસિડી! ખાતામાં ફટાફટ આવવા લાગ્યા પૈસા, આ રીતે ચેક કરો

LPG ગેસ ગ્રાહકોને 79.26 પ્રતિ સિલિન્ડર સબસિડી તરીકે આપવામાં આવે છે. પરંતુ ગ્રાહકોને અલગ-અલગ સબસિડી મળી રહી છે. આવા સંજોગોમાં લોકો મુંઝવણમાં છે કે તેમને કેટલી વાર સબસિડી મળે છે.

LPG Subsidy: LPG સિલિન્ડર પર ફરી શરૂ થઈ સબસિડી! ખાતામાં ફટાફટ આવવા લાગ્યા પૈસા, આ રીતે ચેક કરો

LPG Subsidy: એલપીજીનો ઉપયોગ કરનાર ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. વધતી જતી મોંઘવારીની વચ્ચે હવે ગ્રાહકોના ખાતામાં LPG સબસિડી એટલે કે LPG ગેસ સબસિડી ફરી આવી રહી છે. જોકે અગાઉ પણ એલપીજી સબસિડી આવતી હતી, પરંતુ ઘણા ગ્રાહકોના ખાતામાં સબસિડી ન મળવાની ફરિયાદો સતત મળી રહી હતી. તમને જણાવી દઈએ કે હવે ફરીથી સબસિડી શરૂ થયા બાદ આ ફરિયાદો આવવાનું લગભગ બંધ થઈ ગયું છે. આવો જાણીએ કે તમે ઘરે બેઠા કેવી રીતે સબસિડી ચેક કરી શકો છો.

સબસિડીને લઈને ગ્રાહકોમાં મૂંઝવણ
LPG ગેસ ગ્રાહકોને 79.26 પ્રતિ સિલિન્ડર સબસિડી તરીકે આપવામાં આવે છે. પરંતુ ગ્રાહકોને અલગ-અલગ સબસિડી મળી રહી છે. આવા સંજોગોમાં લોકો મુંઝવણમાં છે કે તેમને કેટલી વાર સબસિડી મળે છે. વાસ્તવમાં, ઘણા લોકોને 79.26 રૂપિયાની સબસિડી મળી રહી છે, જ્યારે ઘણા લોકોને 158.52 રૂપિયા અથવા 237.78 રૂપિયાની સબસિડી મળી રહી છે. જો કે તમારા ખાતામાં સબસિડી આવી છે કે નહીં, તમે તેને સરળ પ્રક્રિયા દ્વારા ચકાસી શકો છો.

ઘરે બેસી ચેક કરો અપડેટ
તમે ઘરે બેઠા સરળતાથી તમારા ખાતામાં સબસિડી ચેક કરી શકો છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે સરળતાથી જાણી શકશો કે સબસિડી (LPG ગેસ સબસિડી અપડેટ) તમારા ખાતામાં આવે છે કે નહીં.

આવી રીતે ચેક કરો ખાતામાં સબસિડી
1. સૌ પ્રથમ www.mylpg.in ઓપન કરો.
2. હવે તમે સ્ક્રીનની જમણી બાજુએ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડરનો ફોટો નજરે પડશે. 
3. અહીં તમે તમારા સર્વિસ પ્રોવાઈડરના ગેસ સિલિન્ડરના ફોટો પર ક્લિક કરો.
4. પછી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઈડરની હશે.
5. હવે ઉપર જમણી બાજુએ સાઇન-ઇન અને ન્યૂ યુઝર વિકલ્પ પર ટેપ કરો.
6. જો તમે પહેલાથી જ તમારી આઈડી અહીં બનાવી છે, તો સાઈન-ઈન કરો. જો તમારી પાસે ID નથી, તો તમે ન્યૂ યુઝર પર ટેપ કરીને વેબસાઈટ પર લોગીન કરી શકો છો.
7. હવે તમારી સામે વિન્ડો ખુલશે, જમણી બાજુએ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી પર ટેપ કરો.
8. અહીં તમને માહિતી મળશે કે તમને કયા સિલિન્ડર પર કેટલી સબસિડી આપવામાં આવી છે અને ક્યારે આપવામાં આવી છે.
9. આ સાથે જો તમે ગેસ બુક કરાવ્યો છે અને તમને સબસિડીના પૈસા મળ્યા નથી, તો તમે ફીડબેક બટન પર ક્લિક કરી શકો છો.
10. હવે તમે સબસિડીના પૈસા ન મળવાની ફરિયાદ પણ નોંધાવી શકો છો.
11. આ સિવાય તમે આ ટોલ ફ્રી નંબર 18002333555 પર ફોન કરીને ફ્રીમાં ફરિયાદ નોંધાવી શકો છો.

કેમ બંધ થઈ જાય છે સબસિડી?
જો તમારી સબસિડી આવી નથી, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારી સબસિડી (LPG ગેસ સબસિડી સ્ટેટસ) કેમ બંધ થઈ ગઈ છે. LPG પર સબસિડી બંધ થવાનું સૌથી મોટું કારણ LPG આધાર લિંકિંગની ઉપલબ્ધતા ન હોવાને કારણે હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ છે, તેમને પણ સબસિડી આપવામાં આવતી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news