યૂક્રેનમાં ફસાયેલી હરિયાણાની આ છોકરી દેશ છોડવાની કરી રહી છે મનાઇ, કારણ જાણી થઇ જશો ઇમોશનલ

નેહાની માતાની ખાસ મિત્ર સવિતા જાખરે જણાવ્યું કે નેહા તેના ઘરના માલિક અને તેના બાળકો સાથે ખૂબ જ લગાવ છે. યુક્રેનમાં યુદ્ધના વધતા જતા ખતરાને જોતા તેમને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે યુક્રેન છોડ્યું ન હતું.

યૂક્રેનમાં ફસાયેલી હરિયાણાની આ છોકરી દેશ છોડવાની કરી રહી છે મનાઇ, કારણ જાણી થઇ જશો ઇમોશનલ

નવી દિલ્હી: ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. આ ક્રમમાં ત્યાં ફસાયેલી હરિયાણાની મેડિકલ સ્ટુડન્ટે યુક્રેન છોડવાની ના પાડી દીધી છે. જોકે આ 17 વર્ષની છોકરી તેના પીજી માલિક અને તેના ત્રણ બાળકો સાથે યુક્રેનમાં રહેતી હતી. ધ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, હરિયાણાની આ છોકરીને યુદ્ધ કંટ્રી છોડવાની તક પણ મળી, પરંતુ તેણે ના પાડી. તેની પાછળનું કારણ એ છે કે હરિયાણાની આ છોકરી જે ઘરમાં રહેતી હતી તે મહિલાનો પતિ દેશમાં ચાલી રહેલા યુદ્ધ માટે યુક્રેનની સેનામાં જોડાઈ ગયો છે, ત્યારપછી આ છોકરીએ આ મહિલા અને તેના ત્રણ બાળકોને સમર્થન કરવા માટે ઉભી છે.

નેહાએ કહ્યું- હું ત્રણ બાળકો અને તેમની માતાની રક્ષા કરીશ
રિપોર્ટ અનુસાર હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં રહેતી નેહાએ તેની માતાને કહ્યું, 'હું જીવી શકું કે ન જીવી શકું, પરંતુ હું આ બાળકો અને તેમની માતાને આવી સ્થિતિમાં નહીં છોડું'. રિપોર્ટ અનુસાર નેહાના પિતા ભારતીય સેનામાં હતા. ગયા વર્ષે જ નેહાએ યુક્રેનની મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. હાલમાં નેહા એક મહિલા અને તેના ત્રણ બાળકો સાથે બંકરમાં રહે છે. તેણે હાલમાં જ તેના પરિવારને જણાવ્યું હતું કે અમને બહાર થનાર બ્લાસ્ટનો અવાઝ પણ સંભાળાયો, પરંતુ હવે અમે ઠીક છીએ. MBBSની વિદ્યાર્થિની નેહાને હોસ્ટેલમાં રૂમ ન મળવાના કારણે યુક્રેનની રાજધાની કિવમાં કન્સ્ટ્રક્શન એન્જિનિયરના ઘરે રૂમ લીધો હતો.

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ
નેહાની માતાની ખાસ મિત્ર સવિતા જાખરે જણાવ્યું કે નેહા તેના ઘરના માલિક અને તેના બાળકો સાથે ખૂબ જ લગાવ છે. યુક્રેનમાં યુદ્ધના વધતા જતા ખતરાને જોતા તેમને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે યુક્રેન છોડ્યું ન હતું. સવિતા જાખરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના પર મોટી સંખ્યામાં લોકો નેહાની દયા અને દૃઢ નિશ્ચયના વખાણ કરી રહ્યા છે. સવિતાએ લખ્યું, 'નેહા જાણે છે કે તેનો જીવ જઈ શકે છે, તેમછતાં પણ તે ત્યાં જ રહે છે. તમને જણાવી દઈએ કે સવિતા હરિયાણાના ઝજ્જર જિલ્લાના ઝંસવા ગામની છે, પરંતુ હવે તે ફ્રેન્ચ નાગરિક છે જે હાલમાં ડેનમાર્કના કોપનહેગનમાં રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news