આ છે ભારતની ટોપ Luxury ટ્રેનો, જેના ભાડામાં નવું મકાન ખરીદી શકાશે

રોડ ટ્રીપ, ફ્લાઇટ ટ્રાવેલ અને ટ્રેન ટ્રાવેલ બધાનો અલગ જ રોમાંચ છે. પરંતુ સૌથી વધુ સુંદર નજારો તમે ટ્રેન ટ્રાવેલ દરમિયાન જોઇ શકો છો.

Updated By: Nov 27, 2021, 01:17 PM IST
આ છે ભારતની ટોપ Luxury ટ્રેનો, જેના ભાડામાં નવું મકાન ખરીદી શકાશે

નવી દિલ્હી: રોડ ટ્રીપ, ફ્લાઇટ ટ્રાવેલ અને ટ્રેન ટ્રાવેલ બધાનો અલગ જ રોમાંચ છે. પરંતુ સૌથી વધુ સુંદર નજારો તમે ટ્રેન ટ્રાવેલ દરમિયાન જોઇ શકો છો. નેચરલ બ્યૂટીને તમે ટ્રેન દ્રારા રસ્તામાં જોઇ શકો છો. પરંતુ શું તમે દેશમાં ઉપલબ્ધ સૌથી મોંઘી ટ્રેનો વિશે જાણી શકો છો? ચાલે આજે અમે તમને એવી ટ્રેનો વિશે જણાવીએ જે ના ફક્ત તમને ઠાઠમાઠ સાથે મુસાફ્રી કરાવે છે પરંતુ તમારી ખિસ્સાને પણ ખાલી કરી શકે છે.  

ગોલ્ડન ચેરિયટ (The Golden Chariot)
ધ ગોલ્ડન ચેરિયેટનો અર્થ થાય છે, સોનાનો રથ. જેવુ ટ્રેનનું નામ છે તેવી જ સુવિધાઓ છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરની સૌથી આલિશાન ટ્રેનમાં પણ ધ ગોલ્ડન ચેરિયેટનું નામ શુમાર છે. આ ટ્રેનને ભારતીય રેલવે અને કર્ણાટક સરકાર સંયુક્ત રૂપે ચલાવે છે. આ ટ્રેન દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પુડુચેરિ અને ગોવા દર્શન કરાવે છે. આ ટ્રેનનું ઓછામાં ઓછુ ભાડુ 3,36,137 રૂપિયા છે. જ્યારે 5,88,242 રૂપિયા મહત્તમ ભાડુ છે. આ ટ્રેનને 2013માં વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ દ્વારા ‘એશિયાની લિડિંગ લક્ઝરી ટ્રેન’નાં ખિતાબથી નવાજવામાં આવી છે.

Haunted Places: અમદાવાદ સહિત ગુજરાતના આ સ્થળોએ છે ભૂતોનો વાસ, ભલભલાને છૂટી જાય છે પરસેવો
ગોલ્ડન ચેરિયટ (The Golden Chariot)

પેલેસ ઓન વ્હીલ (Palace On Wheels)
પેલેસ ઓન વ્હીલ દુનિયાની સૌથી લક્ઝરી ટ્રેનો પૈકીની એક છે. આ ટ્રેનમાં તમને રાજમહેલ જેવી ફિલિંગ આવે છે. પેલેસ ઓન વ્હીલમાં આધુનિક જીવનની તમામ સુવિધાઓ છે. જેમાં 2 ડાઈનિંગ રૂમ, રેસ્ટોરન્ટ, બાર અને સલૂન પણ શામેલ છે. ભારતીય રેલ દ્વારા ચલાવાતી આ લક્ઝરી ટ્રેન રાજધાની દિલ્લીથી ઉપડે છે. પેલેસ ઓન વ્હીલ આગરા, ભરતપુર, જોધપુર. જેસલમેર, ઉદેપુર, ચિતૌડગઢ, સવાઈ માધો,પુર અને જયપુર દર્શન કરાવે છે. આ ટ્રેનનું ભાડુ 5,23,600 રૂપિયાથી 9,42,480 રૂપિયા સુધીનું હોય છે.

Anupama ને છોડી આ હસીના સાથે અનુજે કર્યું 'લિપલોક', સામે આવ્યો શોકિંગ વીડિયો
પેલેસ ઓન વ્હીલ (Palace On Wheels)

ડેક્કન ઓડિસી (Deccan Odissi)
ડેક્કન ઓડિસી દુનિયાની લક્ઝરી ટ્રેનો પૈકીની એક છે. ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી આ ટ્રેન મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતનું દર્શન કરાવે છે. તમને જણાવી દઈએ કે, આ ટ્રેનનો રંગ નીલો છે અને તેમાં 5-સ્ટાર હોટલ, બે રેસ્ટોરન્ટ, કમ્પ્યૂટર, ઈન્ટરનેટ, બાર અને બિઝનેસ સેન્ટરની સાથે 21 લક્ઝરી કોચ છે. આ ટ્રેનનું ઓછામાં ઓછુ ભાડુ 5,12,400 રૂપિયાથી 11,09,850 રૂપિયા સુધીનું છે.

એટલો નીચે સરકી ગયો મલાઇકાનો ડ્રેસ કે ફોટા જોઇને લાળ ટપકશે, કેમેરામાં કેદ થઇ Oops મોમેન્ટ
ડેક્કન ઓડિસી (Deccan Odissi)

મહારાજા એક્સપ્રેસ (Maharajas’ Express)
મહારાજા એક્સપ્રેસ ભારતની સૌથી લક્ઝરી અને મોંઘી ટ્રેન છે. આ ટ્રેનનું જેવુ નામ છે, તેનો સફર પણ એવો જ છે. આ ટ્રેનમાં મુસાફરી કરવાનું દરેક ભારતીયનું સપનુ હોય છે. તમને જણાવી દઈએ કે, આ ટ્રેનમાં એક મોટુ ડાઈનિંગ રૂમ, બાર, લૉજ અને LCD ટીવી ઉપલબ્ધ છે. સાથે જ ટ્રેનમાં ઈન્ટરનેટની સુવિધા અને લક્ઝરી બાથરૂમ પણ છે. મહારાજા એક્સપ્રેસની સૌથી ખાસ વાત તો એ છે કે, અહીં ડાયલ ફોનની પણ સુવિધા છે. આ ટ્રેન પોતાના યાત્રીઓને રાજધાની દિલ્લીથી લઈને આગરા, વારાણસી, જયપુર, રણથંભોર અને મુંબઈ દર્શન કરાવે છે. આ ટ્રેનનું ઓછામાં ઓછુ ભાડું 5,41,023 રૂપિયા છે. ટ્રેનનાં પ્રેસિડેન્શિયલ સ્યૂટનું ભાડું 37,93,482 રૂપિયા છે. જે આ ટ્રેનનું મહત્તમ ભાડુ છે.
મહારાજા એક્સપ્રેસ (Maharajas’ Express)

રોયલ ઓરિએન્ટ ટ્રેન
જ્યારે તમે રોયલ ઓરિએન્ટ ટ્રેનમાં શાહી ટ્રાવેલ શરૂ કરો છો તો એકદમ સુખદ અનુભવ માટે તૈયાર રહો. તમે મહેલશાહી શૈલીના આરામદાયક કેબિનોમાં બેસીને આતિથ્ય સત્કાર કરાવવામાં આવશે. આ રેસ્ટોરેન્ટ, મોટા બાથરૂમ, લાઇબ્રેરી અને લગભગ તમામ પ્રકારની સુવિધાઓ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ ટ્રેનનું ભાડું તમારા દ્વારા સિલેક્ટ કરવામાં પેકેજના આધારે 98000 થી 150000 સુધી થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube