Mahindra અને Ford વચ્ચે થયો કરાર, લોન્ચ કરશે નવી મિડ સાઇઝ SUV

કાર કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra) અને ફોર્ડ મોટર્સ (Ford Motors)  વચ્ચે મહત્વનો કરાર થયો છે. જે અંતર્ગત બંને કંપનીઓ સાથે મળીને ભારત અને અન્ય દેશોના ઉભરતા બજાર માટે એક મધ્યમ કદની મિડ સાઇઝ એસયૂવી (SUV) તૈયાર કરશે.

Mahindra અને Ford વચ્ચે થયો કરાર, લોન્ચ કરશે નવી મિડ સાઇઝ SUV

નવી દિલ્હી: વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra) અને ફોર્ડ મોટર્સ (Ford Motors) વચ્ચે એક સમજૂતી કરાર કરાયો છએ. જે અંતર્ગત બંને કંપનીઓ સાથે મળીને ભારત અને અન્ય દેશોના ઉભરી રહેલા બજાર માટે મધ્યમ કદની મિડ સાઇઝ એસયૂવી (SUV) નું નિર્માણ કરશે. બંને કંપનીઓએ સપ્ટેમ્બર 2017માં સમજૂતી કરારની જાહેરાત કરી હતી. આ નવો કરાર બંને કંપનીઓ વચ્ચેની એ ભાગીદારીને આગળ વધારવા માટે કરાયો છે. 

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એમડી પવન ગોયન્કાએ જણાવ્યું કે, સંયુક્ત વિકાસ માટે બંને કંપનીઓ એક મંચ પર ઉત્પાદન કરશે. તેમણે કહ્યું કે, જેનાથી ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાશે અને બંને કંપનીઓની આર્થિક સ્થિતિ સુધરશે. 

ફોર્ડના નવા સાહસ વિભાગના અધ્યક્ષ જિમ ફર્લેએ કહ્યું કે, આ નવા કરારથી ન માત્ર મહિન્દ્રા સાથે એમની ભાગીદારી વધશે સાથોસાથ ઉદ્યોગને વધુ મજબૂતી મળશે. ભારત જેવા મહત્વપૂર્ણ ઉભરતા બજારમાં પ્રતિસ્પર્ધી ક્ષમતા ઉભરશે. અહીં નોંધનિય છે કે, મહિન્દ્રા 10 વર્ષ દરમિયાન ભારતમાં ઓટો ફિલ્ડમાં 680 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 

Watch LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news