સંગીત પ્રેમીઓ કેમ પકડી રહ્યાં છે હિમાલચની વાટ? જાણો કેમ લોકો ટિકિટ લેવા કરી રહ્યાં છે પડાપડી

આ વખતે મ્યુઝીકેથોન ફેસ્ટિવલ 15 અને 16 એપ્રિલે યોજાશે. આ ફેસ્ટિવલમાંથી દુનિયાભરમાંથી કલાકારો તેમના બેન્ડ સાથે આવે છે અને બીરના બગીચામાં પર્ફોમ કરે છે.

સંગીત પ્રેમીઓ કેમ પકડી રહ્યાં છે હિમાલચની વાટ? જાણો કેમ લોકો ટિકિટ લેવા કરી રહ્યાં છે પડાપડી

નવી દિલ્લી: આ વખતે મ્યુઝીકેથોન ફેસ્ટિવલ 15 અને 16 એપ્રિલે યોજાશે. આ ફેસ્ટિવલમાંથી દુનિયાભરમાંથી કલાકારો તેમના બેન્ડ સાથે આવે છે અને બીરના બગીચામાં પર્ફોમ કરે છે. જો તમે હિમાચલ પ્રદેશના બીરમાં થનારા મ્યુઝિકેથોન ફેસ્ટિવલમાં સામેલ થવા માંગો છો, તો એપ્રિલમાં તે ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યું છે. આ પર્વતીય સંગીત સમારોહની શરૂઆત 2019માં થઈ હતી. આ ફેસ્ટિવલમાં માત્ર દેશના જ નહીં, પણ વિદેશના પણ લોકો આવે છે. આ વખતે મ્યુઝિકેથોન ફેસ્ટિવલ 15 અને 16 એપ્રિલે યોજાશે. આ ફેસ્ટિવલમાંથી દુનિયાભરમાંથી કલાકારો તેમના બેન્ડ સાથે આવે છે અને બીરના બગીચામાં પર્ફોમ કરે છે.

શરૂઆતઃ 15 એપ્રિલ 2022
સમયઃ બપોરે 2.30 વાગ્યે
છેલ્લો દિવસઃ 16 એપ્રિલ 2022.ટિકિટની કિંમતઃ
15 પર્ફોમન્સ માટે 2 લોકોની ટિકિટના 2500 રૂપિયા થશે. જ્યારે, બંને દિવસો માટે ટિકિટ, શેયરિંગ ટેન્ટ, સ્લિપિંગ બેગ, કેમ્પસાઈટ બૉનફાયર અને જેમિંગ શેશન સાથે 1 વ્યક્તિના 4500 રૂપિયા થશે.
મ્યુઝિકેથોન ફેસ્ટિવલ દુનિયાભરના ઉભરતા ઈન્ડિપેન્ડન્ટ કલાકારો માટેનું સ્ટેજ છે. ગત વખતે આ ફેસ્ટિવલ બીરના ધૌલાધાર રેન્જમાં યોજાયો હતો. અહીં સ્થાનિક સમુદાય સાથે સ્વતંત્ર સંગીતકાર, સંગીત, કવિતા અને પર્યાવરણ અંગે લોકો એક સાથે આવ છે અને ફેસ્ટિવલની શરૂઆત કરે છે. આ ફેસ્ટિવલમાં તમે ગીત અને સંગીતની મજા પણ લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news