થઈ જાવ તૈયાર! આવતા મહિનાથી તમામ કંપનીઓ કરશે ડેટા અને કોલિંગ મોંઘા

એરટેલ, જીયો અને વોડાફોન-આઇડિયાએ આગામી મહિનાથી પોતાના ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પરંતુ શું ડેટા પણ મોંઘો થશે?
 

થઈ જાવ તૈયાર! આવતા મહિનાથી તમામ કંપનીઓ કરશે ડેટા અને કોલિંગ મોંઘા

નવી દિલ્હીઃ ભારતમાં હાલ બીજા દેશોના મુકાબલે સસ્તો ડેટા છે. Reliance Jio આવ્યા બાદ ડેટા રેટમાં ઝડપથી ઘટાડો થયો અને હવે ડેટા ખુબ સસ્તો થઈ ગયો છે. પરંતુ રિલાયન્સ જીયોના ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ માત્ર ડેટા અને કોલિંગ સસ્તા થયા, તેવું નથી પરંતુ બીજી ટેલિકોમ કંપનીઓનો ખરાબ સમય પણ શરૂ થઈ ગયો છે. 

એયરસેલ, ટેલીનોર, આર કોમ જેવી કંપનીઓ સમાપ્ત થઈ ગઈ, જ્યારે આઈડિયા અને વોડાફોનનું મર્જર થઈ ગયું છે. હવે તે સમાચાર આવી રહ્યાં છે કે વોડાફોન ભારતમાથી પોતાનો બિઝનેસ સમેટી શકે છે. એરટેલના ગ્રાહકોમાં પણ ઘટાડો થયો છે. પરંતુ હવે સસ્તો ડેટા મોંઘો થવાનો છે. 

એરટેલ, વોડાફોન અને રિલાયન્સ જીયો- આ ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બરથી પોતાના તમામ ટેરિફ વધારવાની જાહેરાત કરી દીધી છે. તેમાં પ્રીપેડ અને પોસ્ટપેડ સામેલ હશે. હજુ સુધી કંપનીએ નવા પ્લાન્સની જાહેરાત કરી નથી. 

ખાસ વાત છે કે હવે કોલિંગની સાથે સાથે ડેટા પણ મોંઘો થશે. વોડાફોન આઇડિયાને બીજા ક્વાર્ટરમાં અત્યાર સુધીનું સૌથી મોટુ નુકસાન થયું છે. એટલું જ નહીં સપ્ટેમ્બર મહિનામાં કંપનીના 25.7 લાખ ગ્રાહકો ઓછા થઈ ગયા છે. 

નિષ્ણાંતોનું માનવું છે કે સતત ખોટને કારણે કંપનીઓ ઝડપથી પોતાના ટેરિફની કિંમત વધારશે. પરંતુ આ ત્રણેય કંપનીના ટેરિફ રેટ વધારવાની પાછળ જે કારણ દર્શાવવામાં આવી રહ્યું છે તે AGR છે. 94 હજાર કરોડ રૂપિયાની રકમ તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરોએ એજીઆર તરીકે સરકારને ચુકવવાની છે. આ રકમનો અડધા કરતા વધારે ભાગ વોડાફોન આઇડિયાના ખાતામાં આવે છે. 

હાલમાં રિલાયન્સ જીયોએ IUCનો હવાલો આપતા નોન જીયો કોલિંગ પર પૈસા લેવાની જાહેરાત કરી હતી. તેના માટે કંપનીએ નવા પેક લોન્ચ કર્યા છે. તેની પાછળ રિલાયન્સ જીયોએ તર્ક આપ્યો કે TRAIએ કહ્યું હતું કે IUC ચાર્જને સમાપ્ત કરી દેવામાં આવશે, પણ તેમ થઈ શક્યું નથી. 

1 ડિસેમ્બરથી ટેરિફ રેટ થશે રિવાઇઝ
1 ડિસેમ્બરથી ભારતની તમામ ટેલિકોમ કંપનીઓના ટેરિફ રેટ રિવાઇઝ થશે. તેમાં કોલિંગથી લઈને ડેટા પણ મોંઘો કરવામાં આવશે. પરંતુ એકવાર કંપનીઓ ગ્રાહકોને વધુ ભાર આપશે નહીં, પરંતુ ટેલિકોમ સેક્ટરમાં જે પ્રકારની મંદી ચાલી રહી છે તેથી લાગે છે કે આવનારા સમયમાં ફરીથી કંપનીઓ ટેરિફમાં વધારો કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news