IFFI ઉદ્ઘાટન સમાહોરઃ એક મંચ પર મહાનાયક સંગ થલાઇવા, વાયરલ થયા ફોટો
IFFIની આ ઇવેન્ટમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ હાજર હતા. અમિતાભ બચ્ચન અને રજનીકાંતની આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

પણજીઃ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)મા બે મહાનાયક એકબીજાને મળ્યા હતા. IFFI ગોવામાં આજથી શરૂ થઈ ગયો છે. IFFIમા એક ઈવેન્ટ દરમિયાન બે મહાનાયક અમિતાભ બચ્ચન (amitabh bachchan) અને રજનીકાંતની (rajnikanth) મુલાકાત થઈ હતી. બંન્નેની મુલાકાત ખાસ હતી, કારણ કે બંન્નેએ પહેલા હાથ મિલાવ્યા અને પછી ગળે મળ્યા હતા.
IFFIની આ ઇવેન્ટમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ હાજર હતા. અમિતાભ બચ્ચન અને રજનીકાંતની આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ટ્વીટર પર ઘણા લોકોએ આ તસવીરને શેર કરી છે. બંન્ને સ્ટાર્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ઉદ્ઘાટન માટે સાથે આવ્યા હતા. અહીં રજનીકાંતની પત્ની લતા રજનીકાંત પણ આવી હતી.
#Superstar #Rajinikanth shares a happy moment with Bollywood's Shahenshah #AmitabhBachchan 😎😍👌🤘#PrideIconOfIndiaRAJINIKANTH #IFFI #IFFI2019 @rajinikanth @SrBachchan@OfficialLathaRK @ash_r_dhanush @soundaryaarajni @v4umedia_ pic.twitter.com/jkqMBsGY1N
— RIAZ K AHMED (@RIAZtheboss) November 20, 2019
IFFIના ઉદ્ઘાટન સમારોહનું હોસ્ટિંગ કરણ જોહરે કર્યું હતું. આ ફેસ્ટ 20 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી ચાલશે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ટ્રેન્ડસેટર વિજય દેવરકોન્ડા, રકુલ પ્રીત સિંહ અને રશ્મિકા મંડન્ના પણ અહીં આવશે. વિજય અને રકુલ પ્રીત 27 નવેમ્બરે અહીં પહોંચશે. નિત્યા મેનન અને રશ્મિકા મંડન્ના 28 નવેમ્બરે આ ઈવેન્ટમાં હાજરી આપશે.
ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ રીઝનલ સિનેમાને ગ્લોબલ પ્લેટફોર્મ પર રજૂ કરવાનો છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં આ વખતે કાશ્મીરી, ગુજરાતી, મરાઠી, તમિલ અને મલયાલમ ફિલ્મ જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube