શેર બજારમાં ભૂકંપ વચ્ચે આ સ્ટોકે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં ₹13,520 વધી ગયો ભાવ, ઈન્વેસ્ટરો ગદગદ

ટાયર બનાવનારી કંપની એમઆરએફના સ્ટોકે આજે બુધવારે કારોબાર દરમિયાન ઈતિહાસ રચી દીધો છે. કંપનીના શેર આજે ઈન્ટ્રા ડેમાં 10 ટકા એટલે કે 13520 રૂપિયા વધી 1.5 લાખને પાર પહોંચી ગયો છે. 

શેર બજારમાં ભૂકંપ વચ્ચે આ સ્ટોકે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં ₹13,520 વધી ગયો ભાવ, ઈન્વેસ્ટરો ગદગદ

MRF Share Price: ટાયર બનાવતી કંપની એમઆરએફના સ્ટોકે આજે બુધવારના કારોબાર દરમિયાન ઈતિહાસ રચી દીધો છે. કંપનીના શેર આજે ઈન્ટ્રા ડેમાં 10 ટકા એટલે કે 13,520.7 રૂપિયા સુધી વધી 1.5 લાખ રૂપિયાના ભાવ પર પહોંચી ગયા છે. આ તેની અત્યાર સુધીની હાઈ પ્રાઇઝ છે. આ પહેલા મંગળવારે શેર 136479.30 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ 57,037.58 કરોડ રૂપિયા થઈ ગયું છે. બીજીતરફ શેર બજારમાં આજે આ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ 1,628.01 તૂટી 71,500.76 પોઈન્ટ પર બંધ થયો છે. તો એનએસઈ નિફ્ટી પણ 460.35 પોઈન્ટના કડાકા સાથે 21,571.95 પોઈન્ટ પર બંધ થઈ છે. 

સૌથી મોંઘો શેર
નોંધનીય છે કે એમઆરએફનો શેર ભારતનો સૌથી મોંઘો શેર છે. એમઆરએફના સ્ટોક સિવાય પેજ ઈન્ડસ્ટ્રીઝ (37,770 રૂપિયા), હનીવેલ ઓટોમેશન ઈન્ડિયા (37,219 રૂપિયા), 3એમ ઈન્ડિયા (34,263 રૂપિયા) અને શ્રી સીમેન્ટ (26527 રૂપિયા) ભારતમાં અન્ય સૌથી મોંઘા સ્ટોકમાં સામેલ છે. 

સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ
કંપનીએ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં (Q2FY24) મજબૂત પ્રદર્શન આપ્યું હતું. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગત વર્ષના સમાન ગાળામાં ₹123.9 કરોડથી વધીને 374% YoY વધીને ₹587 કરોડ થયો હતો. Q2FY24 માં ઓપરેટિંગ આવક વાર્ષિક ધોરણે 6.71% વધીને ₹6,217 કરોડ થઈ. તમને જણાવી દઈએ કે MRF ટાયરની વિશ્વના 65 દેશોમાં નિકાસ કરવામાં આવે છે. કંપનીની વિદેશી નિકાસ લગભગ ત્રણ અબજ ડોલર છે. આજે કંપની માત્ર ટાયર જ નહીં પરંતુ ટ્યુબ, પેઇન્ટ, કન્વેયર બેલ્ટ અને રમકડાંનું પણ ઉત્પાદન કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news