IBPS Exam Calendar 2024: બેંક ભરતી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર, જાણો ક્યારે યોજાશે Bank PO, Clerk અને SO ની ભરતી પરીક્ષા

IBPS Exam 2024 Notifications: આઇબીપીસ (IBPS) એ આ વર્ષે બેંક ભરતી માટે PO, SO અને ક્લાર્કની પરીક્ષાઓનું શેડ્યૂલ બહાર પાડ્યું છે. ઉમેદવારો IBPS ની અધિકૃત વેબસાઇટ દ્વારા પ્રકાશિત પરીક્ષાનું સમયપત્રક ડાઉનલોડ કરી શકે છે.

IBPS Exam Calendar 2024: બેંક ભરતી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર,  જાણો ક્યારે યોજાશે Bank PO, Clerk અને SO ની ભરતી પરીક્ષા

Upcoming Bank Exams: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ આ વર્ષે યોજાનારી બેંક ભરતી પરીક્ષાઓનું કેલેન્ડર બહાર પાડ્યું છે. પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) અને જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) માટે ઓફિસ આસિસ્ટન્ટ્સ (ક્લાર્ક), ઓફિસર સ્કેલ 1 (PO) અને ઓફિસર સ્કેલ 2 અને 3 માટે પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. બેંક ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને પરીક્ષા કેલેન્ડર ડાઉનલોડ કરી શકે છે.

જાહેર કરાયેલ અધિકૃત પરીક્ષાના કાર્યક્રમ અનુસાર IBPS RRB ક્લાર્ક અને IBPS RRB PO પ્રારંભિક પરીક્ષા 3, 4, 10, 17 અને 18 ઓગસ્ટ 2024 ના રોજ લેવામાં આવશે. IBPS ક્લાર્ક પ્રિલિમ્સની પરીક્ષા 24, 25 અને 31 ઓગસ્ટ 2024ના રોજ અને IBPS PO પ્રિલિમ્સની પરીક્ષા 19 અને 20 ઓક્ટોબર 2024ના રોજ લેવામાં આવશે. IBPS SO પ્રારંભિક પરીક્ષા 9 નવેમ્બર 2024 ના રોજ યોજવામાં આવશે. દરેક પરીક્ષા માટે વિગતવાર નોટિફિકેશન પછીથી જાહેર કરવામાં આવશે.

આ રીતે ડાઉનલોડ કરો પરીક્ષાનું કેલેન્ડર
IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાવ Tentative Calendar of Online CRP for RRBs & PSBs (2024-2025) પર ક્લિક કરો. 
પરીક્ષાનું કેલેન્ડર તમારી સ્ક્રીન પર આવી જશે. 
હવે ચેક કરો અને ડાઉનલોડ કરો

તમને જણાવી દઇએ કે પરીક્ષા માટે અરજીનું વિસ્તૃત નોટિફિકેશન અને પરીક્ષા કાર્યક્રમ IBPS નિર્ધારિત સમય પર તમારી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરશે. અહીં સભવિત પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ફેરફાર કરી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news