મુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી, આકાશ અને શ્લોકાના ઘરે થયો પુત્રનો જન્મ
દેશના ટોપ બિઝનેસમેન મુકેશ અંબાણી દાદા બની ગયા છે. તેમના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ ગુરૂવારે સવારે 11 વાગે પુત્રને જન્મ આપ્યો.
Trending Photos
નવી દિલ્હી: દેશના ટોપ બિઝનેસમેન મુકેશ અંબાણી દાદા બની ગયા છે. તેમના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ ગુરૂવારે સવારે 11 વાગે પુત્રને જન્મ આપ્યો. આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા. તેમના લગ્નના ચર્ચા દેશ વિદેશમાં થઇ હતી.
અંબાણીએ ગત વર્ષે ટોય ચેન ખરીદી તો લોકોએ મજાક ઉડાવી
ગત વર્ષે મુકેશ અંબાણીની કંપની, રિલાયન્સએ લગભગ લગભગ 620 કરોડ રૂપિયામાં બ્રિટનના રમકડા બ્રાંડ હૈમલેજ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને ખરીદી હતી. ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી કે મુકેશ અંબાણી પોતાના પૌત્ર માટે પહેલાંથી જ રમકડાં ભેગા કરી રહ્યા છે.
કોરોનાકાળમાં પણ ફાયદામાં રહ્યું રિલાયન્સ ગ્રુપ
કોરોનાકાળના મુશ્કેલભર્યા દૌરમાં જ્યારે દેશ-દુનિયાની કંપનીઓને મોટું નુકસાન થયું, રિલાયન્સ ગ્રુપમાં રહ્યું. રિલાયન્સ જિયોએ આ વર્ષે પોતાની ભાગીદારી વેચીને લગભગ પાંચ લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે