Adani Group ના આ શેરએ બનાવ્યા કરોડપતિ, 1 લાખ બની ગયા 2.2 કરોડ, જાણો કેવી રીતે?
તમને જણાવી દઇએ કે અદાણી ગ્રુપના ઘણા શેર્સએ રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેર 9.41 ના લેવલથી વધીને 2082.10 ના લેવલ પર પહોંચી ગયા છે. આ સમયગાળામાં આ શેર લગભગ 221 ગણા વધી ગયા છે. 20 વર્ષોમાં આ સ્ટોકએ રોકાણકારોને 22000 ટકાનું રિટર્ન આપી દીધું છે.
Trending Photos
Multibagger Stock 2022: જો તમે પણ શેર બજારમાં પૈસા રોકવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેના માટે તમને એક સ્ટ્રેટિજીને ફોલો કરવાની હોય છે. જેના દ્રારા તમે બજાર કરતાં શાનદાર રિટર્ન કમાઇ શકો છો. બજારમાં સારું રિટર્ન મેળવવા માટે તમે ખરીદો, હોલ્ડ કરો અને ભૂલી જવાની ટ્રીકને ફોલો કરવું પડશે. આમ કરવાથી તમને ઘણો ફાયદો થઇ શકે છે. આજે અમે તમને એક એવા મલ્ટીબેગર સ્ટોક વિશે જણાવીશું, જેણે રોકાણકારોને કેટલાક વર્ષોમાં બંપર રિટર્ન આપ્યું છે. અદાણી ગ્રુપના આ સ્ટોકે રોકાણકારોને 22000 ટકાનું રિટર્ન આપ્યું છે.
તમને જણાવી દઇએ કે અદાણી ગ્રુપના ઘણા શેર્સએ રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેર 9.41 ના લેવલથી વધીને 2082.10 ના લેવલ પર પહોંચી ગયા છે. આ સમયગાળામાં આ શેર લગભગ 221 ગણા વધી ગયા છે. 20 વર્ષોમાં આ સ્ટોકએ રોકાણકારોને 22000 ટકાનું રિટર્ન આપી દીધું છે.
5 વર્ષમાં 130 ના લેવલથી વધીને થયો 2082
આ મલ્ટીબેગર અદાણી સ્ટોક YTD સમયમાં 1717 ના લેવલથી વધીને 2082 ના લેવલ સુધી પહોંચી ગયા છે. વર્ષ 2022 માં સ્ટોકમાં 21 ટકાની ગ્રોથ જોવા મળ્યો છે. તો બીજી તરફ એક વર્ષમાં અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરની કિંમત 1500 ના લેવલથી વધીને 2082 ના લેવલ સુધી વધી ગયા છે. આ દરમિયાન સ્ટોકમાં લગભગ 40 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. આ પ્રકારે 5 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક 130 ના લેવલથી વધીને 2082 ના લેવલ પર પહોંચી ગયા છે અને આ સમયગાળામાં શેરએ લગભગ 1500 ટકાનું રિટર્ન આપ્યું છે.
22000 ટકા વધ્યા શેર
ગત 10 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકનું લેવલ 222 થી વધીને 2082 ના સ્તર પર પહોંચી ગયું છે. આ સમયગાળામાં 850 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. આ પ્રકારે ગત 20 વર્ષમાં આ મલ્ટીબેગર અદાણી સ્ટોક 9.41 ટકાના સ્તરથી વધીને 2082.10 ના સ્તર પર પહોંચી ગયો છે. આ બે દાયકાના સમયમાં શેરમાં 22,000 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.
1 લાખ બની જાત 16 લાખ
જો કોઇ રોકાનકારે નવા વર્ષ એટલે કે 2022 ની શરૂઆતમાં આ મલ્ટીબેગર અદાણીના સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખ YTD સમયમાં 1.21 લાખ થઇ જાત. જો એક રોકાણકારે એક વર્ષ પહેલાં આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખ આજે 1.40 લાખ થઇ જાત. જો કોઇ રોકાણકારે 5 વર્ષ પહેલાં અદાણી એન્ટરપ્રાઇઝીઝના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખ આજે 16 લાખ થઇ જાત.
1 લાખ બની જાત 2.21 કરોડ
આ પ્રકારે જો કોઇ રોકાણકારે 10 વર્ષ પહેલાં આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખ આજે 9.50 લાખ થઇ જાત. આ પ્રકારે કોઇ રોકાણકારે 20 વર્ષ પહેલાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખ આજે 2.21 કરોડ થઇ જાત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે