તોફાની તેજીથી ભાગી રહ્યો છે આ કંપનીનો શેર, તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, ₹2 રૂપિયાથી પહોંચ્યો ₹27ને પાર
Multibagger Stocks: સુઝલોન એનર્જીના શેરમાં બમ્પર તેજી આવી રહી છે. શેરમાં થઈ રહેલા વધારા વચ્ચે ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન મળ્યું છે. સ્ટોકે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. સ્ટોક પોતાના 52 સપ્તાહના નવા હાઈ પર પહોંચી ગો છે. તેમાં રોકાણકારોની ભારે ખરીદી જોવા મળી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ શેર બજારમાં ઘટાડા છતાં ઘણા સ્ટોક્સ એવા છે, જેણે રોકાણકારોને સારી કમાણી કરાવી છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ, જેણે તેજીના મામલામાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. સ્ટોક પોતાના 52 સપ્તાહની નવી હાઈ પર પહોંચી ગયો છે. શેરમાં તોફાની તેજી જોવા મળી રહી છે. તેમાં ઈન્વેસ્ટરો મોટી ખરીદી કરી રહ્યાં છે. આ શેર વિન્ડ એનર્જી કંપની સુઝલોન એનર્જી (Suzlon Energy)નો છે. સુઝલોન એનર્જીના સ્ટોકમાં સતત તેજી જોવા મળી રહી છે. આ શેરમાં રોકાણ કરી રોકાણકારો માલામાલ થઈ ગયા છે. પાછલા મંગળવારે કંપનીના સ્ટોકે 52 સપ્તાહનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે મંગળવારે સુઝલોન એનર્જીનો શેર 4 ટકાના વધારા સાથે 27.05 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે.
રોકાણકારો થયા માલામાલ
સુઝલોન એનર્જીના સ્ટોકમાં રોકાણ કરનાર લોકોને સારૂ રિટર્ન મળ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં શેરમાં 6.50 ટકાનો વધારો થયો છે. તો છેલ્લા એક મહિનામાં શેર 12.24 ટકા વધ્યો છે. છેલ્લા છ મહિનામાં સ્ટોકે 233.95 ટકાનું રિટર્ન આપ્યું છે. રોકાણકારોને આશા છે કે આવનાર સમયમાં સ્ટોકમાં વધુ તેજી જોવા મળી શકે છે. નોંધનીય છે કે સુઝલોન એનર્જીનું માર્કેટ કેપ 36800 કરોડ રૂપિયાનું છે.
સતત તેજીનો માહોલ
સુઝલોન એનર્જીનો શેર 27 માર્ચ 2020ના આશરે 2 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તો આજે કંપનીના શેરનો ભાવ 27 રૂપિયા ઉપર પહોંચી દયો છે. કંપનીના શેરમાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં 1475 ટકાથી વધુનો વધારો આવી ચુક્યો છે. જો કોઈ ઈન્વેસ્ટરે 2020માં 27 માર્ચે સુઝલોન એનર્જીના સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને તેને હોલ્ડ કર્યું હોત તો આજે તેને 15 લાખથી વધુનું રિટર્ન મળ્યું હોત.
ખોટથી નફામાં આવી કંપની
રિપોર્ટ પ્રમાણે વર્ષ 2014માં કંપનીની ખોટ 3550 કરોડ રૂપિયા હતી. તો હવે કંપનીને 2890 કરોડ રૂપિયાનો નફો થયો છે. કંપની હવે ખોટમાંથી નફામાં આવી ગઈ છે. કંપનીનું વાર્ષિક વ્યાજ ચુકવણી ઘટી 400 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન હવે 14 ટકા થઈ ગયું છે. કંપનીના દેવામાં પણ ઘટાડો થયો છે. વર્ષ 2014માં કુલ દેવુ 15500 કરોડ રૂપિયા હતું. હવે તે ઘટીને 1900 કરોડ રૂપિયા રહી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે