Mutual Funds: રોજના 167 રૂપિયા બચાવો અને રિટાયરમેંટ પર મળશે 11.33 કરોડ! શું તમે જાણો છો આ ટેકનિક?

Mutual Fund SIP:  રોકાણના ઘણા વિકલ્પો છે, દરેકની પોતાની વિશેષતા અને મહત્વ છે. રોકાણ સલાહકારો હંમેશા નાની ઉંમરથી જ રોકાણ શરૂ કરવાની ભલામણ કરે છે, કારણ કે તે તમને લાંબા સમય સુધી રોકાણની એક લાંબો સમયગાળો મળે છે, પરંતુ સાથે રિસ્ક લેવાની ક્ષમતા પણ વધારે હોય છે.

Mutual Funds: રોજના 167 રૂપિયા બચાવો અને રિટાયરમેંટ પર મળશે 11.33 કરોડ! શું તમે જાણો છો આ ટેકનિક?

Mutual Fund SIP: ઘણી રીતે પૈસા કમાવવા સરળ હોય છે, પરંતુ નાણાં બચાવવા અને તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરવું એ સૌથી મુશ્કેલ કાર્ય છે. રોકાણના કેટલાક ફંડામેન્ટલ્સમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે શક્ય તેટલું જલ્દી રોકાણ શરૂ કરવું. મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાતો એવી પણ ભલામણ કરે છે કે તમે નોકરીમાં જોડાશો તે દિવસથી જ તમે નિવૃત્તિનું આયોજન કરવાનું શરૂ કરો.

નાની ઉંમરથી રોકાણ કરવાનું શરૂ કરો
રોકાણના ઘણા વિકલ્પો છે, દરેકની પોતાની વિશેષતા અને મહત્વ છે. રોકાણ સલાહકારો હંમેશા નાની ઉંમરથી જ રોકાણ શરૂ કરવાની ભલામણ કરે છે, કારણ કે તે તમને લાંબા સમય સુધી રોકાણની એક લાંબો સમયગાળો મળે છે, પરંતુ સાથે રિસ્ક લેવાની ક્ષમતા પણ વધારે હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ કરીને તમે લાંબા સમયગાળે કરોડો રૂપિયા કમાઈ શકો છો.

ધ્યાન રાખો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ લક્ષ્ય આધારિત હોય છે. મતલબ કે જિંદગીના ઘણા પડાવમાં તમને ક્યાં ક્યાં પૈસાની જરૂરિયાત હોય છે, આ લક્ષ્યને સામે રાખીને રોકાણ કરવું જોઈએ. જેમ કે ઘર ખરીદવું, લગ્ન, કાર ખરીદવી, બાળકોનું શિક્ષણ અને પછી તેમના લગ્ન વગેરે. જો તમારે વિદેશ જવું હોય તો તમારે તેના માટે પણ SIP દ્વારા રોકાણ કરવું જોઈએ.

મ્યુચ્યુઅલ ફંડમાં SIPથી બનશો કરોડપતિ
જોકે, અમે તમને એક નાનું મોટું એક કેલકુલેશન દેખાડી રહ્યા છીએ. ધારો કે તમે 25 વર્ષની ઉંમરે SIP દ્વારા રોકાણ કરવાનું શરૂ કર્યું. જો તમે દર મહિને રૂ. 5000 એટલે કે રોજના 167 રૂપિયાની બચત કરો છો અને SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો નિવૃત્તિની ઉંમરે એટલે કે 60 વર્ષની ઉંમરે તમારી પાસે 11.33 કરોડ જેટલી મોટી રકમ હશે. યાદ રાખો કે SIPમાં તમારે વાર્ષિક 10% વધારો પણ કરતા રહેવું પડશે. આ ગણતરી સમજો...

માસિક રોકાણ                  રૂ. 5000
અંદાજિત વળતર              14%
વાર્ષિક SIP વધારો            10%
રોકાણનો કુલ સમયગાળો   35 વર્ષ
કુલ રોકાણ                        રૂ. 1.62 કરોડ
કુલ વળતર                        રૂ. 9.70 કરોડ
પાકતી મુદતની રકમ          રૂ. 11.33 કરોડ

આ વાતનું ધ્યાન રાખો
તો તમે જોયું કે તમે માત્ર રૂ. 5000 માસિક SIP દ્વારા નિવૃત્તિ સુધી રૂ. 11.3 કરોડની મોટી રકમ કેવી રીતે જમા કરાવી શકો છો. પરંતુ એક વાત યાદ રાખો કે દર વર્ષે જ્યારે તમારો પગાર વધે છે, ત્યારે તમારે તે મુજબ તમારું SIP રોકાણ વધારવું પડશે. 35 વર્ષના લાંબા સમય ગાળામાં તમને કમ્પાઉન્ડિંગનો મોટો ફાયદો મળે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ તમને લાંબા ગાળા માટે વાર્ષિક 12-16 ટકા વળતર આપે છે. જ્યારે તમે દર વર્ષે તમારા રોકાણમાં વધારો કરવાનું ચાલુ રાખશો, ત્યારે તમે નિવૃત્તિના ઘણા સમય પહેલા કરોડપતિ બની જશો, જ્યાં સુધી તમારી પાસે પૂરતા પૈસા એકઠા થઈ જશે કે તમે તમારું જીવન આરામથી જીવી શકશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news