ભારત 5 ટ્રિલિયન ડોલરની આર્થિક શક્તિ બનવાની તરફ છે અગ્રેસરઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયામાં બધુ પારદર્શી થઈ ગયું છે. જૈમ (જનધન, આધાર અને મોબાઇલ જામ) યોજના હેઠળ બધુ ડિજિટલ અને ભ્રષ્ટાચાર ફ્રી છે.

ભારત 5 ટ્રિલિયન ડોલરની આર્થિક શક્તિ બનવાની તરફ છે અગ્રેસરઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (narendra modi) એકાઉન્ટન્ટ્સ કોન્ક્લેવમાં (accountants conclave) સંબોધન કર્યું હતું. તેમણે આ અવસર પર ચાણક્યની વાતોને યાદ કરી અને કહ્યું કે, જ્ઞાનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તેમણે દેશભરના એકાઉન્ટન્ટ્સને અપીલ કરી કે તે ખોટા કામ ન કરે. તેમણે સીએજી અધિકારીઓને કહ્યું કે, તમારી પાસે આશા વધુ છે, કારણ કે આર્થિક સ્વાસ્થ્ય તમારા પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે, સીએજીએ હવે CAG 2.0 બનવું પડશે. 

પીએમ મોદીએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયામાં બધુ પારદર્શી થઈ ગયું છે. જૈમ (જનધન, આધાર અને મોબાઇલ જામ) યોજના હેઠળ બધુ ડિજિટલ અને ભ્રષ્ટાચાર ફ્રી છે. યોજના વિશે અને અન્ય પ્રક્રિયાઓની સંપૂર્ણ જાણકારી ઓનલાઇન ઉપલબ્ધ છે. ડિજિયલ પ્રક્રિયાને કારણે આશરે 1.5 લાખ કરોડ રૂપિયા દર વર્ષે ખોટા હાથમાં જતાં બચે છે. 

— ANI (@ANI) November 21, 2019

— ANI (@ANI) November 21, 2019

તેમણે કહ્યું કે, ભારત ઝડપથી 5 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા પર ઝડપથી આગળ વધી રહ્યું છે.  એકાઉન્ટન્ટ્સને કહ્યું કે, તમે જે કંઇ પણ કરશો તેની અસર આપણી અર્થવ્યવસ્થા પર દેખાઈ છે. ભલે તે રોકાણકારો હોય, સરકારની કમાણી હોય કે ટેક્સ ડિપાર્ટમેન્ટ હોય, તમારા ઓડિટની અસર દરેક જગ્યાએ પડે છે. કામ વધુ પારદર્શી અને ક્રેડિબલ હોય તે માટે ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news