Budget Tax Slab 2024 : કરોડો ભારતીયોની આશા પર પાણી ફરી વળ્યું, બજેટમાં ટેક્સમાં કોઈ જાહેરાત ન થઈ

New Tax Slab 2024 : બજેટ 2024 માં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કરાયો, વચગાળાનાં બજેટમાં કોઈ મોટી જાહેરાત ના કરાઈ

Budget Tax Slab 2024 : કરોડો ભારતીયોની આશા પર પાણી ફરી વળ્યું, બજેટમાં ટેક્સમાં કોઈ જાહેરાત ન થઈ

 Budget New Tax Rate : વર્ષ 2024 ના યુનિયન બજેટમાં લોકોને અનેક આશાઓ હતી, પરંતુ લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું. પરંતું ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કરાયા. વચગાળાનાં બજેટમાં કોઈ મોટી જાહેરાત ના કરાઈ. બજેટમાં કરદાતાઓને કોઈ રાહત આપવામાં આવી નથી. ગત વર્ષના આવકવેરા ચાલુ રહેશે. કરવેરાના માળખામાં કોઈ જ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી. જે નાગરિકો માટે નિરાશાજનક બની રહ્યું છે. 

ટેક્સ પેયર્સ માટે મોટી જાહેરાત  

  • કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરાયો
  • 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
  • ટેક્સ સ્લેબમાં કોઈ નવી જાહેરાત નહીં

આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થાય'
નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી રહી છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 1, 2024

 

નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રીએ કહ્યું કે દરેકને કાયમી ઘર આપવામાં આવશે. સ્કિલ ઈન્ડિયામાં 1.47 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. પીએમ મત્સ્ય સંપદા યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. માછલીનું ઉત્પાદન બમણું થયું છે. પીએમ મોદીએ જય અનુસંધાનનો નારો આપ્યો છે. તેને સાકાર કરવા માટે પગલાં લેવામાં આવશે. છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. યુવા શક્તિ ટેકનોલોજી યોજના બનાવશે. ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. એવિએશન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 1, 2024

 

નાણામંત્રી નિર્મલા સિતારને વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશના લોકોની સરેરાશ આવકમાં 50 ટકાનો વધારો થયો છે. અગાઉ તેમણે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં બદલાવ આવ્યો છે. દેશની જનતા આશા અને આશાવાદ સાથે ભવિષ્ય તરફ જોઈ રહી છે. તેમણે કહ્યું કે લોકોના આશીર્વાદથી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકારે 2014માં સત્તા સંભાળી ત્યારે દેશ તેના સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે વિશાળ પડકારોનો સામનો કરી રહ્યો હતો. સરકારે તે પડકારોને ગંભીરતાથી દૂર કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news