Jet Fuel Price Hike: હવે હવાઇ મુસાફરી કરવી બનશે વધુ મોંઘી, મહિનો શરૂ થતાં જ વધ્યા ફ્યૂલના ભાવ
હવાઇ મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર છે. એપ્રિલ મહિનાના પ્રથમ દિવસે જ જેટ ફ્યૂલ અથવા એર ટર્બાઇનના ભાવ વધી ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જેટ ફ્યૂલની ભાવમાં 2 ટકાનો વધારો કરી દીધો છે. ત્યા
Trending Photos
નવી દિલ્હી: હવાઇ મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર છે. એપ્રિલ મહિનાના પ્રથમ દિવસે જ જેટ ફ્યૂલ અથવા એર ટર્બાઇનના ભાવ વધી ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જેટ ફ્યૂલની ભાવમાં 2 ટકાનો વધારો કરી દીધો છે. ત્યારબાદ જેટ ફ્યૂલના ભાવ 1,12,924.83 રૂપિયા પ્રતિ કિલોલીટરના રેકોર્ડ પર પહોંચી ગયો છે.
Jet fuel (ATF) price hiked by 2% to record Rs 1,12,924.83 per kilolitre; no change in petrol, diesel prices; Oil company price notification
— Press Trust of India (@PTI_News) April 1, 2022
વર્ષમાં 7મીવાર વધ્યા ભાવ
એટીએફના ભાવમાં આ વર્ષે 7મીવાર વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં તેના ભાવમાં 2 ટકા એટલે કે 2,258.54 રૂપિયા પ્રતિ કિલોમીટરનો વધારો થયો છે, ત્યારબાદ એટીએફના ભાવ 1,12,924.83 રૂપિયા પ્રતિ કિલોલીટર પર પહોંચી ગયો છે.
1લી અને 16 તારીખે ભાવમાં થાય છે ફેરફાર
તમને જણાવી દઈએ કે સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમતના આધારે જેટ ઈંધણની કિંમતો દર મહિનાની 1 અને 16 તારીખે સંશોધિત કરવામાં આવે છે. વર્ષ 2022ની શરૂઆતથી એટીએફના ભાવમાં વધારો થયો છે. 1 જાન્યુઆરીથી ઈંધણમાં 7 વખત વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે એટીએફના ભાવમાં 38,902.92 કિલોલીટર અથવા લગભગ 50 ટકાનો વધારો થયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર
તો બીજી તરફ સરકારી ઓઇલ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કર્યા છે. એટલે કે આજે એક એપ્રિલના રોજ ઓઇલના ભાવમાં કોઇ વધારો થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. દેશભરમાં ઓઇલના ભાવ વધ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હતો. IOCL એ લેટેસ્ટ ભાવ અનુસાર દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 101.81 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ 93.07 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે