ગુજરાતમાં છેવાડાના માનવીની સમસ્યા સાંભળનાર કોઈ નથી, જુનાગઢનું પછાત ગામ વિકાસની રાહ જોઈને બેઠું છે

એક તરફ સરકાર છેવાડા માનવી સુધી મૂળભુત પાયાની સુવિધા મળે તેવા દાવા કરે છે, ત્યારે જૂનાગઢ મેંદરડા તાલુકાના ગળકીયા ગામમાં આજે પણ ગામને જોડતો પાકો રસ્તો નથી. તેની સાથે વીજ લાઈન પણ નથી અને સોલારથી ગુજરાન ચાલી રહ્યું છે. પૂરતી વીજળી ના હોવાથી ખેતી કરવામાં પણ ગામલોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. 
ગુજરાતમાં છેવાડાના માનવીની સમસ્યા સાંભળનાર કોઈ નથી, જુનાગઢનું પછાત ગામ વિકાસની રાહ જોઈને બેઠું છે

ભાવિન ત્રિવેદી/જુનાગઢ :એક તરફ સરકાર છેવાડા માનવી સુધી મૂળભુત પાયાની સુવિધા મળે તેવા દાવા કરે છે, ત્યારે જૂનાગઢ મેંદરડા તાલુકાના ગળકીયા ગામમાં આજે પણ ગામને જોડતો પાકો રસ્તો નથી. તેની સાથે વીજ લાઈન પણ નથી અને સોલારથી ગુજરાન ચાલી રહ્યું છે. પૂરતી વીજળી ના હોવાથી ખેતી કરવામાં પણ ગામલોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. 

મેંદરડા સાસણ રોડ પર આવેલ ગળકીયા ગામમા માલધારી પરિવારના 20 જેટલા ઘર આવેલા છે અને 300 માણસ વસવાટ કરે છે. ત્યારે આઝાદીના સમયથી ગામમાં વીજળી ન હોવાને કારણે સોલાર ઉપર જીવન જીવી ગુજારી રહ્યા છે. વીજલાઈન ન હોવાને કારણે ખેતી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આજે ડીઝલના ભાવ આસમાને છે, ત્યારે ડીઝલ પંપથી ખેતી કરવી ખૂબ ખર્ચાળ બની છે. ગળકીયા ગામથી સાસણને જોડતો 2 km નો કાચો રોડ છે, ત્યારે થોડા સમય પહેલા કાચો રોડ તો બન્યો પણ તે રોડ કોઈ કામનો નથી. ગળકીયા ગામ નીચાણવાળા ભાગમા આવેલું છે, જેના લીધે ચોમાસાનું પાણી સીધું ઘરમાં ઘૂસી જાય છે, ત્યારે ગ્રામજનો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે અને કાચો રસ્તો અતિ ખરાબ હોવાના કારણે 108 સેવાને પણ ગામમાં આવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સ્થાનિક ગ્રામજનો સરકાર પાસે પાયાની સુવિધા ઉભી મળે તેવી માંગ કરે છે.

દેશ જ્યારે 21 મી સદી તરફ ટેકનોલોજીના યુગમા જીવી રહ્યો છે, ત્યારે વીજ લાઈન ન હોવાને કારણે શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ પણ અંધકારમય ગણાતુ હોય છે. મેંદરડાના સ્થાનિક ખેડૂત આગેવાન કમલેશ પાનસુરીયા દ્વારા સરકાર પાસે એવી માંગ કરાઈ છે કે, બીજુ કંઈ નહિ, પણ મૂળભૂત પાયાની સુવિધા આપો. 

ગળકીયા ગામ ગીર જંગલ પાસે આવેલું છે, ત્યારે ગામમાં કોઇ પણ પાયાની સુવિધા ઉભી કરવા વન વિભાગની મંજુરી લેવી પડે છે, ત્યારે જૂનાગઢ વન વિભાગના DFO ડો. ધીરજ મિતલના જણાવ્યા અનુસાર, PGVCL દ્વારા વીજ લાઈન નાંખવાની મંજૂરી માંગવામાં આવી હતી. ત્યારે વન વિભાગે 2020 મા સિદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે અને PGVCL ને ભરવા પાત્ર રકમ હજૂ બાકી છે. તે હજૂ સુધી PGVCL એ ભરી નથી. ત્યારે વન વિભાગ કોઇ પડતર પ્રશ્નો નથી. તેની સાથે રસ્તા બાબતે કોઇ મંજુરી માંગવામાં નથી આવી. માંગશે ત્યારે વન વિભાગ દ્વારા તેની પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

ગળકીયા ગામ આજે તંત્રના વાંકે અનેક સમસ્યાથી વંચિત છે, ત્યારે PGVCL ના અધિક્ષક ઇજનેર એ.એમ. પાઘડર ના જણાવ્યા અનુસાર, ગળકીયા ગામના દરેક ઘરમાં સોલર સિસ્ટમ દ્વારા વીજળી મળી રહી છે. ત્યારે ખેતી માટે વીજળી જોઈતી હોય તો આજે સરકારની સોલાર હેડ પંપ યોજના થકી ખેતી કરી શકે છે અને વીજ લાઈન માટે વન વિભાગને ભરવાની થતી રકમ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વહેલી તકે ગામમાં કામગીરી કરવામાં આવશે.

તંત્રના પાપે આજે ગળકીયા ગામ વર્ષોથી પાયાની સુવિધાથી વંચિત છે. PGVCL કંઈક જવાબ આપે છે તો વન વિભાગ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. ત્યારે મુદ્દાની વાત એ કે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. પણ વહીવટી તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી નહી થતા ગળકીયા ગામનાં સ્થાનીક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news