Nifty ની ધમાલ, પ્રથમવાર નિફ્ટી 20,000 ને પાર, સેન્સેક્સ 528 પોઈન્ટના વધારા સાથે બંધ

આજનો કારોબાર ખતમ થવા પર બીએસઈ સેન્સેક્સ 550 પોઈન્ટના વધારા સાથે 67156 અને નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળ સાથે 20,000ના લેવલ પર બંધ થયો છે. 
 

Nifty ની ધમાલ, પ્રથમવાર નિફ્ટી  20,000 ને પાર, સેન્સેક્સ 528 પોઈન્ટના વધારા સાથે બંધ

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો બેંચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 50 (nifty 50),સોમવારે 20,000 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. પરંતુ તે લેવલથી નીચે બંધ થયો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 176.4 પોઈન્ટ મજબૂત થઈને અંતે 19996.35 પોઈન્ટ પર બંધ થયો હતો. આ પાછલા બંધથી લગભગ 1 ટકા વધુ છે. ભારતના બેંચમાર્ક શેર બજાર સૂચકાંકોએ વૈશ્વિક ચિંતાઓ અને નબળા વિદેશી સંકેતોને નજરઅંદાજ કરી દીધા છે અને વિદેશી કોમ્પિટીટર્સથી સારૂ પ્રદર્શન કર્યું છે. મજબૂત ઘરેલૂ વ્યાપક આર્થિક આંકડા, ઓગસ્ટમાં રાહત અને ઘરેલૂ સંસ્થાગત ઈન્વેસ્ટરો તરફથી મજબૂત ખરીદીને કારણે પાછલા સપ્તાહના મુકાબલે નિફ્ટી 50 અને બીએસઈ સેન્સેક્સમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. 

સેન્સેક્સ પણ નવી ઉંચાઈ પર
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ પણ પ્રથમવાર 67,146 ના ટોપ લેવલ પર પહોંચી ગયો. સેન્સેક્સ 528.17 પોઈન્ટ મજબૂત થઈને 67127.08 ના લેવલ પર બંધ થયો. સ્ટોક માર્કેટની તેજીમાં આજે સરકારી બેન્કોના સ્ટોક્સે જોશ ભરવાનું કામ કર્યું. આ પહેલા શુક્રવારે સતત છઠ્ઠા દિવસે તેજી આવી હતી. 

નિફ્ટી પ્રથમ વખત 20,000ને પાર
શેરબજારમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે નિફ્ટી 180 પોઈન્ટ વધીને 20,000નો ઐતિહાસિક આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 20008 પોઈન્ટ પર પહોંચી ગયો. નિફ્ટીને 19,000 થી 20,000ના આંકડાને સ્પર્શવા માટે કુલ 52 ટ્રેન્ડીંગ સેશન લાગ્યા.

સેક્ટરની સ્થિતિ
શેરબજારમાં આજે મીડિયા સિવાય તમામ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. બેંકિંગ શેરોમાં સૌથી વધુ ખરીદારી જોવા મળી છે. બેંક નિફ્ટી 414 પોઈન્ટના ઉછાળા સાથે 45,570 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે આઈટી, ઓટો, એનર્જી, એફએમસીજી, મેટલ્સ, ફાર્મા, હેલ્થકેર જેવા સેક્ટરના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. મિડ કેપ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી છે, જેના કારણે નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 466 પોઈન્ટના ઉછાળા સાથે 41,444 પોઈન્ટ પર બંધ થયો છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ 170 પોઈન્ટના ઉછાળા સાથે 12,982 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 5 શેરો નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને માત્ર બે જ નુકસાન સાથે બંધ થયા હતા.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news