Ola Electric IPO: તૈયાર થઈ જાઓ, ઓલા ઈલેક્ટ્રિકનો રૂ. 6000 કરોડનો IPO આ દિવસે થશે ઓપન
Bhavish Aggarwal: આઈપીઓ લાવી ઓલા દેશની પ્રથમ લિસ્ટેડ ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની બનવા જઈ રહી છે. તેને એથર એનર્જી, બજાજ અને ટીવીએસ મોટર કંપનીથી ટક્કર મળી રહી છે.
Trending Photos
Bhavish Aggarwal: ઓલા ઈલેક્ટ્રિક (Ola Electric)ના આઈપીઓની રાહ જોઈ રહેલા ઈન્વેસ્ટરો માટે ખુબ સારા સમાચાર છે. હવે ભવિષ અગ્રવાલના નેતૃત્વવાળી કંપનીના આઈપીઓની તારીખ સામે આવી છે. સૂત્રો અનુસાર ઓલા ઈલેક્ટ્રિકના આઈપીઓનો એન્કર બુક 1 ઓગસ્ટે ખુલશે. સાથે આ ઈશ્યૂનું સબ્સક્રિપ્શન 2 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી ઓપન રહેશે. સોફ્ટબેન્ક સમર્થિત કંપની આ આઈપીઓ દ્વારા લગભગ 4.5 અબજ ડોલરની વેલ્યૂએશન હાસિલ કરવાના પ્રયાસમાં છે. આઈપીઓનું લિસ્ટિંગ 6 ઓગસ્ટે થઈ શકે છે.
દેશની પ્રથમ લિસ્ટેડ ઇલેક્ટ્રિક વાહન કંપની બનશે
આ IPO ના સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, Ola શેરબજારમાં લિસ્ટેડ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક વાહન કંપની બની જશે. સૂત્રોના આધારે, બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ IPO ની કિંમત લગભગ 6000 કરોડ રૂપિયા હશે. આમાં ફ્રેશ ઈશ્યુની સાથે સાથે ઓફર ફોર સેલ પણ હશે. છેલ્લા ફંડિંગ રાઉન્ડમાં, કંપનીનું મૂલ્યાંકન $5.5 બિલિયન હોવાનો અંદાજ હતો. જોકે, IPO 18 ટકા નીચા વેલ્યુએશન પર $4.5 બિલિયન પર લિસ્ટ થવા જઈ રહ્યો છે.
સેબીએ 20 જૂને આઈપીઓ લોન્ચ થવાની આપી હતી મંજૂરી
ઓલા ઈલેક્ટ્રિકને એથર એનર્જી, બજાપ અને ટીવીએસ મોટર કંપની તરફથી ટક્કર મળી રહી છે. આઈપીઓની તારીખો પર હજુ ઓલા ઈલેક્ટ્રિકે પુષ્ટિ કરી નથી. કંપનીને માર્કેટ રેગુલેટર સેબી (SEBI)પાસે આઈપીઓના દસ્તાવેજ (DRHP) 22 ડિસેમ્બર, 2023ના જમા કરાવ્યા હતા. સેબીએ આ વર્ષે 20 જૂને આઈપીઓ લાવવાની મંજૂરી આપી હતી. આ આઈપીઓ દ્વારા ભવિષ અગ્રવાલ લગભગ 4.7 કરોડ શેર માર્કેટમાં ઉતારશે. આ સિવાય ઘણા મોટા શેરહોલ્ડર્સ પોતાના શેર તેમાં વેચશે.
આ કામોમાં થશે આઈપીઓથી મળનાર પૈસાનો ઉપયોગ
આઈપીઓ દસ્તાવેજો અનુસાર ભેગા થયેલા પૈસામાંથી 1226 કરોડ રૂપિયાનો ઉપયોગ કેપિટલ ખર્ચ પર કરવામાં આવશે. આ સિવાય 800 કરોડ રૂપિયા લોન ચુકવવા, 1600 કરોડ રૂપિયા રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને 350 કરોડ રૂપિયાનો ખર્ચ કંપની ભવિષ્યની યોજનાઓ પર કરશે. ઓલા ઈલેક્ટ્રિકે પાછલા વર્ષે લગભગ 3200 કરોડ રૂપિયાનું ફન્ડિંગ હાસિલ કર્યું હતું. કંપનીની ફેક્ટરી તમિલનાડુમાં હાજર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે