PAN Aadhaar Linking: દેશમાં 12 કરોડથી વધુ લોકોએ PANને આધાર સાથે હજુ સુધી LINK નથી કર્યું

PAN Aadhaar Card Link: દેશમાં અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ લોકોએ  PANને આધાર સાથે લિંક કર્યું નથી. જાણો બંનેને લિંક કરવાની સરળ પ્રક્રિયા વિશે.

PAN Aadhaar Linking: દેશમાં 12 કરોડથી વધુ લોકોએ PANને આધાર સાથે હજુ સુધી LINK નથી કર્યું

PAN Aadhaar Card Link: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ નીતિન ગૃપ્તાએ જણાવ્યું કે દેશના 61 કરોડ પાન કાર્ડ ધારકોમાંથી 48 કરોડ લોકોએ તેમના PANને આધાર સાથે લિંક કરાવ્યું છે...આ સાથે તેમણે જણાવ્યું કે જે લોકોએ 31 માર્ચ 2023 સુધી તેમને પોતાના આધારને PAN સાથે લિંક કરવાનું રહેશે. પાન કાર્ડ સંબંધિત ઘણા વ્યવસાયોના લાભો નહીં મળે.
 
PANને આધાર સાથે લિંક કરવું છે ફરજિયાત
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત વધારી છે. સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે 31 માર્ચ 2023 સુધીમાં PAN અને આધારને લિંક કરવું ફરજિયાત છે. જો આ બંને લિંક નહીં કરવામાં આવે તો તમારું પાન કાર્ડને નિષ્ક્રિય ગણવામાં આવશે. આવી સ્થિતિમાં તમે ન તો આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો અને ન તો કોઈ નાણાકીય વ્યવહાર કરી શકશો. તમારે બેંક ખાતું ખોલાવવા સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. 31 માર્ચ સુધી આ કામ કરવા માટે તમારે માત્ર 1,000 રૂપિયા ફી ચૂકવવી પડશે. જો તમે  31 માર્ચ પછી લિંક કરતો તો તમારે 10 હજારનો ભરવો પડશે દંડ

જાણો પાન કાર્ડને આધાર સાથે કેવી રીતે કરવું લિંક
 1. સૈૌથી પહેલા ઈન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. 
2.ત્યાર બાદ ડાબી બાજુએ ફાસ્ટ વિભાગ પર જઈને ક્લિક કરો.
3. નવી વિન્ડો પર તમારી આધાર વિગતો, PAN અને મોબાઈલ નંબર દાખલ કરો.
4 ત્યાર બાદ 'I validate my Aadhar વિગતો'ના વિકલ્પ પર ક્લિક કરો.
5. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે, તેને દાખલ કરો અને સબમિટ કરો.
6. દંડ ભર્યા પછી, તમારો PAN આધાર સાથે લિંક થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news