PF એકાઉન્ટમાંથી ચપડી વગાડતાં નિકાળો પૈસા, જાણો એપ્લાય કરવાની સૌથી ઝડપી રીત

નોકરીયાત લોકો માટે પીએફના પૈસા ખરાબ સમયમાં કામ આવે છે. એક્સપર્ટ પણ આ સલાહ આપે છે કે સેલરીડ ક્લોસને પીએફના પૈસા ત્યારે જ યૂઝ કરવા જોઇએ. જ્યારે તેની પાસે કોઇ રસ્તો ન બચ્યો હોય ત્યારે. ઇપીએફઓ તરફથી પીએફ ખાતામાંથી ઓનલાઇન પૈસા કાઢવાની સુવિધા શરૂ કર્યા બાદ લોકોને ખૂબ સુવિધા મળી.

PF એકાઉન્ટમાંથી ચપડી વગાડતાં નિકાળો પૈસા, જાણો એપ્લાય કરવાની સૌથી ઝડપી રીત

PF Withdraw: નોકરીયાત લોકો માટે પીએફના પૈસા ખરાબ સમયમાં કામ આવે છે. એક્સપર્ટ પણ આ સલાહ આપે છે કે સેલરીડ ક્લોસને પીએફના પૈસા ત્યારે જ યૂઝ કરવા જોઇએ. જ્યારે તેની પાસે કોઇ રસ્તો ન બચ્યો હોય ત્યારે. ઇપીએફઓ તરફથી પીએફ ખાતામાંથી ઓનલાઇન પૈસા કાઢવાની સુવિધા શરૂ કર્યા બાદ લોકોને ખૂબ સુવિધા મળી. ઘણીવાર એવા અવસર આવે છે કે જ્યારે તમને અચાનક પૈસાની જરૂર હોય છે. એવા સમયમાં પીએફના પૈસા જ કામ આવે છે. 

એક કલાકમાં આવી જશે પૈસા
ગત થોડા દિવસોથી કોરોનાના કેસ ઝડપથી વધતાં કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ પીફ એકાઉન્ટ હોલ્ડર્સને પૈસા કાઢવા માટે ત્રણ દિવસની રાહ જોવી નહી પડે. જી હાં હવે ઓનલાઇન અરજીના એક કલાકમાં પીએફની રકમ તમારા ખાતામાં ટ્રાંસફર થઇ જશે. તેના અંતગર્ત એક લાખ રૂપિયા સુધીની રકમ કાઢી શકાય છે. 

સારવારમાં કામ આવશે પૈસા
સરકાર તરફથી મેડિકલ ઇમરજન્સી હેઠળ આ સુવિધા આપવામાં આવે છે. સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી સુવિધામાં જો કોઇ કોરોના રોગી પાસે સારવાર માટે પૈસા નથી તો તે પીએફમાં જમા રકમને સારવાર માટે કાઢી શકે છે. 

આ રીતે ઉપાડો પૈસા
- સૌથી પહેલાં www.epfindia.gov.in વેબસાઇટના હોમ પેજ પર જાવ. 
- હવે જમણી તરફ ખૂણામાં ઓનલાઇન એડવાન્સ ક્લેમ પર ક્લિક કરો.
- https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface તેના પર ક્લિક કરો.
- અહીં ઓનલાઇન સર્વિસ પર તમને ક્લેમ ફોર્મ દેખાશે, અહીં તમને ફોર્મ- 31,19,10 સી તથા 10 ડી દેખાશે.
- તમારા બેંક એકાઉન્ટના અંતિમ 4 નંબર વેરિફાઇ કરો.
- ત્યારબાદ Proceed for Online Claim પર ક્લિક કરો.
- ડ્રોપ ડાઉનથી PF Advance ને સિલેક્ટ કરો (Form 31)
- હવે તમને જે પણ કારણે પૈસા જોઇએ છે તે કારણને સિલેક્ટ કરો.
- એમાઉન્ટ દાખલ કરો અને ચેકની સ્કેન કોપી અપલોડ કરો.
- ત્યારબાદ તમારું એડ્રેસ દાખલ કરો.
-  Get Aadhaar OTP પર ક્લિક કરો અને આધાર લિંક્ડ મોબાઇલ પર આવેલો ઓટીપી એન્ટર કરો. 
- તમારા ક્લેમ ફાઇલ થઇ ગયો. થોડા કલાકોમાં જ પૈસા તમારા ખાતામાં આવી જશે. 

મેડિકલ ઇમરજન્સીમાં મળશે મદદ
covid-19 મહામારીના દૌરમાં ઘણા લોકો સામે મેડિકલ ઇમરજન્સીની સમસ્યા આવી ગઇ. કેટલાક લોકો આર્થિક તરીકે મજબૂત ન હોવાના કારણે મેડિકલ સુવિધાઓનો લાભ ઉઠાવી શકશે નહી. જોકે પીએફમાં ક્લેમ કરતાં છતાં 3 થી 7 દિવસ લાગી જાય છે. કેન્દ્ર સરકારે તે પરેશાનીઓને જોતાં કલાકોમાં પૈસા ટ્રાંસફર કરવાનો નિર્ણય લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news