PM Kisan: આવી ગયો ખેડૂતોની આતૂરતાનો અંત, આ તારીખે ખાતામાં આવશે 2 હજાર રૂપિયા

PM Kisan 17th Installment: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના 9.3 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો આપવાના છે. 

PM Kisan: આવી ગયો ખેડૂતોની આતૂરતાનો અંત, આ તારીખે ખાતામાં આવશે 2 હજાર રૂપિયા

PM Kisan 17th Installment: પીએમ કિસાન સન્માન નિધિના 17માં હપ્તાની રાહ જોઈ રહેલા કિસાનો માટે ખુશીના સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનના 17માં હપ્તાની ભેટ આપવાના છે. કેન્દ્રમાં સતત ત્રીજીવાર સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે. પોતાના એકદિવસ દરમિયાન પીએમ વારાણસીમાં કિસાન સંમેલનને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી મોદી વારાણસીના ખેડૂતોને સન્માનિત કરશે અને સન્માન  નિધિનો 17મો હપ્તો બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે, જેમાં કાશીના લગભગ 267,665 ખેડૂતોને લાભ મળશે. 

Over ₹350 cr will be directly transferred into the bank accounts of 17.5 lakh farmers from Assam.

Grateful 🙏

— Himanta Biswa Sarma (@himantabiswa) June 12, 2024

શું છે પીએમ કિસાન યોજના
પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) વિશ્વની સૌથી મોટી DBT યોજના છે, જેના માધ્યમથી કિસાનોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. 28 ફેબ્રુઆરી 2028ના કેન્દ્ર સરકારે 16મો હપ્તો જારી કર્યો હતો. જેમાં પાત્ર ખેડૂતોને 2-2 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news