શું મોદી સરકાર આપી રહી છે તમારા પુત્રીના લગ્ન માટે 40 હજાર રૂપિયા?

સોશિયલ મીડિયા પર અવાર નવાર આવા સમાચારો વાયરલ થઇ રહ્યા છે જે લોકોને ફક્ત ખોટો ભરોસો વિશ્વાસ આપે છે. જોકે લોકો સમજ્યા વિચાર્યા વિના તેને વાયરલ તો કરી દે છે, પરંતુ જ્યારે સત્યની જાણ થાય છે ત્યાં સુધી મોડું થઇ ગયું હોય છે.

શું મોદી સરકાર આપી રહી છે તમારા પુત્રીના લગ્ન માટે 40 હજાર રૂપિયા?

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર અવાર નવાર આવા સમાચારો વાયરલ થઇ રહ્યા છે જે લોકોને ફક્ત ખોટો ભરોસો વિશ્વાસ આપે છે. જોકે લોકો સમજ્યા વિચાર્યા વિના તેને વાયરલ તો કરી દે છે, પરંતુ જ્યારે સત્યની જાણ થાય છે ત્યાં સુધી મોડું થઇ ગયું હોય છે. એવામાં ફેક્ટ ચેક (Fact Check) ખૂબ કામ આવે છે. 

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વધુ એક સમાચાર વાયરલ થઇ રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પીએમ મોદી (PM Narendra Modi) ના નામથી એક 'કન્યા વિવાહ યોજના' (Kanya Vivah Yojana) ચાલી રહી છે અને તેના હેઠળ લોકોને 40 હજાર રૂપિયાની કેશની મદદ આપવામાં આવી રહી છે. આ રકમ સીધી બેંક એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવી રહી છે.  

આ છે પીઆઇબીની ફેક્ટ ચેક્ટ
પીઆઇબી ફેક્ટ ચેક (PIB Fact Check) એ ટ્વીટ જાહેર કરી જાણકારી આપી છે કે આ પ્રકારે કોઇપણ ખાતામાં પૈસા ટ્રાંસફર કરવામાં આવતા નથી. 

દાવો:  Youtube પર એક વીડિયોમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજના' હેઠળ પુત્રીઓને તેમના વિવાહ માટે ₹40,000 સુધીની રકમ આપી રહી છે. 

#PIBFactCheck: આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઇ યોજના ચલાવવામાં આવતી નથી.

તમને પણ કોઇ મેસેજ મળે તો તમે પણ કરાવી શકો છો ફેક્ટ ચેક
જો તમને પણ કોઇ એવો મેસેજ મળે છે તો પછી તેને પીઆઇબી પાસે ફેક્ટ ચેક માટે https://factcheck.pib.gov.in/ અથવા વોટ્સએપ નંબર +918799711259 અથવા ઇમેલ:  pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ જાણકારી પીઆઇબીની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉલબ્ધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news