2024 માં રોકેટની જેમ ભાગવા તૈયાર આ PSU Bank Stock, ₹300 પર પહોંચશે ભાવ

PSU Bank Stocks to BUY: 1 જાન્યુઆરીએ બજાર ખુલવા પર ખરીદો આ PSU Bank. આ શેર રોકેટની જેમ ભાગવા તૈયાર છે. બ્રોકરેજે મજબૂત ફન્ડામેન્ટના આધાર પર સ્ટોક માટે એગ્રેસિવ ટાર્ગેટ આપ્યો છે.
 

2024 માં રોકેટની જેમ ભાગવા તૈયાર આ PSU Bank Stock, ₹300 પર પહોંચશે ભાવ

નવી દિલ્હીઃ PSU Bank Stocks to BUY: છેલ્લા ત્રણ વર્ષમાં સતત PSU Banks એ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં વર્ષ 2023માં 32.3 ટકાની તેજી આવી છે. ઈન્ડેક્સની દરેક 12 બેન્કનું માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. બજારના જાણકારોનું માનવું છે કે આતો માત્ર શરૂઆત છે. 2024માં પણ સરકારી બેન્કોના સ્ટોક આઉટ પરફોર્મંસ કરવાની આશા છે. બ્રોકરેજ ફર્મે મજબૂત ફન્ડામેન્ટલ અને દમદાર આઉટલુકના આધાર પર જાહેર ક્ષેત્રની Bank of Baroda ને આગામી વર્ષ માટે પસંદ કરી છે. 

2023માં આપ્યું 25 ટકાનું રિટર્ન
Bank Of Baroda ના શેર 231 રૂપિયા પર છે. 2023માં સ્ટોકે 236 રૂપિયાનો નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો. વર્ષનો લો 146 રૂપિયાનો છે, જે તેણે 2 ફેબ્રુઆરી 2023ના બનાવ્યો હતો. 2 જાન્યુઆરી 2023ના શેર 187 રૂપિયાના સ્તર પર હતો. આ વર્ષે PSU Bank Stock એ 25 ટકાનું રિટર્ન આપ્યું છે. 

Bank Of Baroda Share Price Target
બ્રોકરેજ ફર્મ નિર્મલ બંગે Bank Of Baroda Share ને મજબૂત ફન્ડામેન્ટલ આધાર પર ઈન્વેસ્ટરો માટે પસંદ કર્યો છે અને 300 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. વર્તમાન સ્તરથી 30 ટકા વદુ છે. બેન્કની લોન બુક 10.26 લાખ કરોડ રૂપિયાની છે. SBI, HDFC Bank, ICICI Bank બાદ તે દેશની ચોથી બેન્ક છે.

એસેટ ક્વોલિટી સતત સુધરી રહી છે
બેન્કની એસેટ ક્વોલિટી સારી છે અને તેમાં સતત સુધાર થઈ રહ્યો છે. નેટ NPA ઘટી 0.76 ટકા પર આવી ગયા છે. RBI એ ‘BOB World’પર જે પ્રતિબંધો લગાવ્યા છે તેની અસર ખુબ ઓછી થશે. ટોટલ એડવાન્સમાં 15 ટકાના ગ્રોથની આશા છે.  FY25 માં બેન્કનું રિટર્ન ઓન એસેટ્સ 1.2% અને રિટર્ન ઓન ઇક્વિટી 16.8% રહેવાની આશા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોકમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news