ગરીબરથ એક્સપ્રેસમાં મુ્સાફરી કરતા હોવ તો તમને લાગશે મોટો આંચકો...જાણો કેમ?

રેલવેમાં મુસાફરી કરતા લોકોને એક ઝટકો લાગવાનો છે. આવનારા દિવસોમાં ગરીબરથ એક્સપ્રેસનું ભાડું વધી શકે છે. એ પણ ધ્યાન આપવા જેવી બાબત છે કે ગરીબરથ એક્સપ્રેસ એવા લોકો માટે ચલાવવામાં આવે છે જે લોકોને રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનોનું ભાડું પોસાતુ નથી. પરંતુ હવે આ એસી ટ્રેનના ભાડામાં વધારો કરવાની તૈયારીઓ થઈ રહી છે. એટલું જ નહીં ગરીબ રથ બાદ આ ભાડાવધારો બીજી ટ્રેનોમાં પણ થઈ શકે છે. જેનું મોટું કારણ ગણાવવામાં આવી રહ્યું છે બેડરોલની કિંમતમાં વધારો.
ગરીબરથ એક્સપ્રેસમાં મુ્સાફરી કરતા હોવ તો તમને લાગશે મોટો આંચકો...જાણો કેમ?

નવી દિલ્હી: રેલવેમાં મુસાફરી કરતા લોકોને એક ઝટકો લાગવાનો છે. આવનારા દિવસોમાં ગરીબરથ એક્સપ્રેસનું ભાડું વધી શકે છે. એ પણ ધ્યાન આપવા જેવી બાબત છે કે ગરીબરથ એક્સપ્રેસ એવા લોકો માટે ચલાવવામાં આવે છે જે લોકોને રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનોનું ભાડું પોસાતુ નથી. પરંતુ હવે આ એસી ટ્રેનના ભાડામાં વધારો કરવાની તૈયારીઓ થઈ રહી છે. એટલું જ નહીં ગરીબ રથ બાદ આ ભાડાવધારો બીજી ટ્રેનોમાં પણ થઈ શકે છે. જેનું મોટું કારણ ગણાવવામાં આવી રહ્યું છે બેડરોલની કિંમતમાં વધારો.

સામાન્ય લોકો માટે સસ્તાભાડાની સુવિધા સાથે શરૂ કરવામાં આવેલી એસી ટ્રેન ગરીબરથ એક્સપ્રેસની ટિકિટના ભાવમાં જ બેડરોલના ભાવ જલદી જોડવામાં આવી શકે છે. રેલવે એક દાયકા પહેલા નક્કી થયેલા બેડરોલના 25 રૂપિયાના ભાડાને પણ વધારવા પર વિચાર કરી રહ્યું છે. જેના કારણે ભાડામાં વધારો થઈ શકે છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી. 

તેમણે કહ્યું કે કપડાના સાચવણીમાં થતા ખર્ચામાં વધારો થવાથી આ સમીક્ષા બીજી ટ્રેનોમાં પણ લાગુ થઈ શકે છે. ગરીબ રથ ટ્રેનોની જેમ બીજી ટ્રેનોમાં પણ બેડરોલની કિંમતોમાં એક દાયકાથી કોઈ વધારો થયો નથી. 

ઉપ નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક (સીએજી)ના કાર્યાલયથી એક નોટ આવ્યાં બાદ આ વિચાર કરવામાં આવી રહ્યો છે. આ નોટમાં પૂછવામાં આવ્યું હતું કે ગરીબ રથમાં ભાડાની ફેરસમીક્ષા કેમ કરવામાં આવી નથી. બેડરોલના ખર્ચાને ટ્રેનના ભાડામાં સામેલ કરવામાં આવે. (ઈનપુટ-ભાષા)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news