71 પૈસાથી 35 રૂપિયાને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર શેર, કંપનીએ આપ્યા છે 4 બોનસ શેર
રામા સ્ટીલ ટ્યૂબ્સના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. કંપનીનો સ્ટોક આ દરમિયાન 71 પૈસાથી વધુ 35 રૂપિયાને પાર પહોંચી ગયો છે. કંપનીએ ચાર બોનસ શેર પણ આપ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ આયરન એન્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની રામા સ્ટીલ ટ્યૂબ્સના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીના શેર આ દરમિયાન 71 પૈસાથી વધુ 35 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રામા સ્ટીલ ટ્યૂબ્સ (Rama Steel Tubes) ના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 4900 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેરનું હાઈ લેવલ 46.10 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 24.39 રૂપિયા છે.
1 લાખના બની ગયા 50 લાખ રૂપિયા
રામા સ્ટીલ ટ્યૂબ્સના શેર 27 માર્ચ 2020ના 71 પૈસા પર હતા. કંપનીના શેર 20 ઓક્ટોબર 2023ના 36.02 રૂપિયા પર પહોંચી ગયા છે. રામા સ્ટીલ ટ્યૂબ્સના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 4973 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ 2020ના રામા સ્ટીલ ટ્યૂબ્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને આજ સુધી ઈન્વેસ્ટમેન્ટ બનાવી રાખ્યું હોત તો વર્તમાન સમયમાં આ શેરની વેલ્યૂ 50.73 લાખ રૂપિયા હોત. અમે અમારી ગણતરીમાં કંપની તરફથી આપવામાં આવેલા બોનસ શેરને સામેલ કર્યાં છે.
કંપનીએ આપ્યા 4 બોનસ શેર
રામા સ્ટીલ ટ્યૂબ્સે પોતાના રોકાણકારોને જાન્યુઆરી 2023માં 4:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે આ મલ્ટીબેગર કંપનીએ દર 1 શેર પર 4 બોનસ શેર આપ્યા હતા. આ પહેલા કંપનીએ માર્ચ 2016માં પણ 4:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. કંપનીએ ઓગસ્ટ 2022માં 5:1 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ પણ કર્યો હતો. કંપનીનું માર્કેટ કેપ આશરે 1777 કરોડ રૂપિયા છે. સ્મોલકેપ કંપનીમાં પ્રમોટરની ભાગીદારી 57.14 ટકા છે.
(ડિસ્ક્લેમર: આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા અપાયેલી છે. તે ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે