Bank Alert: 4.8 કરોડ ખાતાઓની ડૂબી જશે રકમ, જાણો કેટલા સુરક્ષિત છે તમારા પૈસા

જો તમે તમારી મહેનતના પૈસામાંથી થોડા બચાવીને બેંકમાં સેવિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ જરૂરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં જ પોતાનો વાર્ષિક અહેવાલ (RBI Annual Report) રજૂ કર્યો છે

Bank Alert: 4.8 કરોડ ખાતાઓની ડૂબી જશે રકમ, જાણો કેટલા સુરક્ષિત છે તમારા પૈસા

નવી દિલ્હી: જો તમે તમારી મહેનતના પૈસામાંથી થોડા બચાવીને બેંકમાં સેવિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ જરૂરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં જ પોતાનો વાર્ષિક અહેવાલ (RBI Annual Report) રજૂ કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 4.8 કરોડ ખાતાઓની રકમ બેંક પાસે સુરક્ષિત નથી. ચાલો જાણીએ RBI એ આ કેમ કહ્યું...

બેંકમાં સુરક્ષિત નથી તમારા પૈસા
બેંકની નાદારી પર જમાકર્તા પાસે એકમાત્ર રાહત ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન એટલે કે, DICGC દ્વારા આપવામાં આવતું ઇન્શ્યોરન્સ કવર હોય છે. ગત વર્ષ 4 ફેબ્રુઆરીના DICGC એ ઇન્શ્યોરન્સ કવરની રકમને 1 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા વધારી છે. પરંતુ ઈટીની રિપોર્ટ અનુસાર, 4.8 કરોડ ખાતાઓમાં જમા રકમ અત્યાર પણ સુરક્ષિત નથી. ભારતીય રિઝર્વ બેંકની (RBI) વર્ષના રિપોર્ટ અનુસાર માર્ચ 2021 સુધી 252.6 કરોડ ખાતામાંથી 247.8 કરોડનો જ ઇન્શ્યોરન્સ છે. એટલે કે, 4.8 કરોડ ખાતાની રકમ DICGC અંતર્ગત વીમો લેવામાં આવતો નથી, એટલે કે આ ખાતામાં ડિપોઝિટ બેંકના ડૂબી જવાથી ડૂબી શકે છે.

બેંકોમાં જમા થયેલ 49.1% રકમનો નથી થયો વીમો
અહેવાલમાં જણાવ્યા અનુસાર, માર્ચ 2021 ના અંતે સુધીમાં કુલ વીમા ડિપોઝિટની રકમ 76,21,258 કરોડ રૂપિયા હતી. 1,49,67,776 રૂપિયાની આકારણી ડિપોઝિટમાં (Assessable Deposits) આ માત્ર 50.9 ટકા છે. આનો અર્થ એ થયો કે બેંકોમાં જમા થયેલી લગભગ 49.1 ટકા રકમ ડીઆઈસીજીસી કવરમાં નથી. RBI ના અહેવાલ મુજબ ડીઆઈસીજીસી કવર તમામ બેંકોને ઉપલબ્ધ છે. પરંતુ ઘણી બેંકો ડીઆઈસીજીસી સાથે રજિસ્ટર થઈ ન હોવા અથવા પ્રીમિયમ ભરવું નહીં તે ડિપોઝિટને કવર ન કરવા પાછળનું મુખ્ય કારણ છે.

કયા ખાતા પર મળે છે ઇન્સ્યોરન્સ કવર?
ડીઆઈજીસીઆઈનું 5 લાખ સુધીનું ઇન્શ્યોરન્સ કવર સેવિંગ એકાઉન્ટ્સ (Saving Accounts), એફડી (Fixed Deposit), કરન્ટ એકાઉન્ટ (Current Account), આરડી (RD) વગેરે જેવી ડિપોઝિટ પર કામ કરે છે. ડીઆઈસીજીસીનો ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એલએબી, પીબી, એસએફબી, આરઆરબી અને સહકારી બેંકો સહિતની બધી વીમાકૃત કોમર્શિયલ બેંકોને આવરી લે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news