RBI: હવે પૈસા ટ્રાન્સફર કરવા UPI અને RTGSની નહીં પડે જરૂર, RBIએ શરૂ કરી નવી સિસ્ટમ

RBI: હવે દેશમાં લોકોને બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે UPI RTGSની જરૂર નહીં પડે. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી નવી પેમેન્ટ સિસ્ટમ ટૂંક સમયમાં આવવાની છે, ચાલો જાણીએ આ સમાચારને વિગતવાર....

RBI: હવે પૈસા ટ્રાન્સફર કરવા UPI અને RTGSની નહીં પડે જરૂર, RBIએ શરૂ કરી નવી સિસ્ટમ

RBI New System : RBI એટલેકે, ભારતીય રિઝર્વ બેંક સમયાંતરે પોતાના ગ્રાહકો માટે સુવિધાઓમાં સુધારા વધારા કરતું રહે છે. જેને કારણે બેંકિંગ સેક્ટરનું કામ અને આર્થિક વ્યવહારોનું કામ વધુ સરળ રીતે થાય. ત્યારે આરબીઆઈએ ફરી એકવાર કેટલાંક નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. જેને પગલે ફરી એકવાર આર્થિક વ્યવહારો એટેલેકે, મની ટ્રાન્સફર અને ટ્રાંજેક્શનની પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) યુપીઆઈ, આરટીજીએસ અને એનઈએફટીથી સંપૂર્ણપણે અલગ નવી ચુકવણી સિસ્ટમ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. 

ઉલ્લેખનીય છેકે, આરબીઆઈ દ્વારા લાગૂ કરવામાં આવેલી આ નવી પેમેન્ટ સિસ્ટમ કોઈપણ સ્થિતિમાં કામ કરી શકશે. એટલે કે કુદરતી આફતો અને યુદ્ધ જેવી આપત્તિજનક ઘટનાઓ દરમિયાન મહત્વના વ્યવહારો માટે આ સિસ્ટમ ઉપયોગી થશે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત 'લાઇટ વેઇટ એન્ડ પોર્ટેબલ પેમેન્ટ સિસ્ટમ' (LPSS) પરંપરાગત ટેક્નોલોજીઓથી અલગ હશે અને તેને ઓછી સંખ્યામાં કર્મચારીઓ દ્વારા ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાશે.

ઓછા સ્ટાફમાં પણ સીસ્ટમ સરળતાથી કરે છે કામ-
અહેવાલમાં જણાવાયું છે. આને ધ્યાનમાં રાખીને, RBI એ LPSS ની કલ્પના કરી છે, જે પરંપરાગત તકનીકોથી સ્વતંત્ર હશે અને ખૂબ ઓછી જરૂર પડશે અને કર્મચારીઓ સાથે તેને ગમે ત્યાંથી ચલાવી શકાય છે. આ સીસ્ટમ ખુબ ઓછા સ્ટાફમાં પણ સરળતાથી સફળ રીતે ચાલી શકશે. જેથી આમા પહેલા જેવી માથાકૂટ નહીં રહે.

આ ચુકવણી સિસ્ટમ પહેલેથી જ સેવામાં છે-
RTGS (રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ), NEFT (નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) અને UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) જેવી હાલની પેમેન્ટ સિસ્ટમ્સ મોટા જથ્થાની ચૂકવણી માટે તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમો અદ્યતન IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જટિલ વાયરિંગ નેટવર્ક્સ પર આધાર રાખે છે. તેના વાર્ષિક અહેવાલમાં, આરબીઆઈએ કહ્યું કે કુદરતી આફતો અને યુદ્ધ જેવી આપત્તિજનક ઘટનાઓમાં, આ સિસ્ટમો અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news