₹120 થી તૂટી ₹4 પર આવી ગયો શેર, હવે કંપની પર સંકટ, ઈન્વેસ્ટરોમાં હડકંપ
Reliance Home Finance share price: અનિલ અંબાણીની હાઉસિંગ ફાઇનાન્સ કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના શેર આવતીકાલે સોમવારે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં રહેશે.
Trending Photos
Reliance Home Finance share price: અનિલ અંબાણીની હાઉસિંગ ફાઇનાન્સ કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના શેર આવતીકાલે સોમવારે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં રહેશે. હકીકતમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીના આદેશની સમીક્ષા કરી રહ્યા છે. તેઓ કાયદાકીય સલાહના આધારે યોગ્ય પગલાં લેશે. તેમના પ્રવક્તાએ રવિવારે આ વાત કહી. તમને જણાવી દઈએ કે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ અનિલ અંબાણીને મૂડી બજારમાંથી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધા છે. ગયા શુક્રવારે કંપનીનો શેર 5% ઘટીને રૂ. 4.45 પર બંધ થયો હતો.
વિગતો શું છે
અનિલ અંબાણીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL)ને લગતા કેસમાં 11 ઓગસ્ટ, 2022ના રોજ સેબીના વચગાળાના આદેશનું પાલન કરવા માટે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને રિલાયન્સ પાવર લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું હતું, એમ કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ છેલ્લા અઢી વર્ષથી (તારીખ 11 ફેબ્રુઆરી, 2022)ના વચગાળાના આદેશનું પાલન કરી રહ્યા છે, SEBIએ 22 ઓગસ્ટના તેના આદેશમાં અનિલ અંબાણી અને અન્ય 24 સામે ભંડોળના દુરુપયોગના આરોપસર કેસ કર્યો છે. સિક્યોરિટી માર્કેટમાંથી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, "અનિલ અંબાણી ઉપરોક્ત બાબતે સેબી દ્વારા પસાર કરાયેલા 22 ઓગસ્ટ, 2024ના અંતિમ આદેશની સમીક્ષા કરી રહ્યા છે અને કાનૂની સલાહ મુજબ આગળ પગલાં લેશે," એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. અંબાણી પર રૂ. 25 કરોડનો દંડ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ, જે તે રિલાયન્સ ગ્રુપની લિસ્ટેડ પેટાકંપની છે તેના ભંડોળની ગેરરીતિ કરવાની યોજના બનાવી હતી. પ્રતિબંધ હેઠળ અનિલ અને અન્ય 24 એકમો શેર બજારમાં લેવડદેવડ કરી શકશે નહીં. તેમના પર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂતે શેર બજારમાં ખરીદ, વેચાણ કે અન્ય પ્રકારની લેવડદેવડમાં પ્રતિબંધ રહેશે.
તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપમાં નાણાકીય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેલિકોમ્યુનિકેશન સામેલ છે, જ્યારે મોટા ભાઈને પરંપરાગત ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સનો બિઝનેસ મળ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની જૂથની ત્રણ સૌથી મોટી કંપનીઓને બાકી લોનને કારણે નાદાર થઈ ગઈ છે.
કંપનીના શેર
રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરના ઈતિહાસની વાત કરીએ તો 9 જાન્યુઆરી 2024ના તેની કિંમત 6.22 રૂપિયા હતી. આ શેરનો 52 સપ્તાહનો હાઈ છે. તો 17 ઓગસ્ટ 2023ના શેર 1.61 રૂપિયા પર હતો. આ શેરનો 52 સપ્તાહનો લો છે. શેર કેટલાક વર્ષ પહેલા 120 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો. રિલાયન્સ હોમ ફાઈનાન્સમાં પબ્લિક શેરહોલ્ડિંગ 99.26 ટકા છે. તો પ્રમોટર રહેલા અનિલ અંબાણીના પરિવારની ભાગીદારી 0.74 ટકા છે. પબ્લિક શેરહોલ્ડર્સમાં ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીની મોટી ભાગીદારી છે. એલઆઈસી પાસે રિલાયન્સ કંપનીના 74,86,599 શેર છે. એટલે કે આશરે 1.54 ટકા ભાગીદારી બરાબર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે