બજેટ રાખો તૈયાર, માર્કેટમાં જલ્દી ધમાલ મચાવવા આવી રહી છે 2 નવી SUV,અહીં જાણો વિગત

Upcoming SUV Car: જો તમે પણ નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી રાહ જોવી પડશે.  Hyundai Alcazar ફેસલિફ્ટ ભારતીય બજારમાં 9 સપ્ટેમ્બરે અને ટાટા કર્વ 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે.

બજેટ રાખો તૈયાર, માર્કેટમાં જલ્દી ધમાલ મચાવવા આવી રહી છે 2 નવી SUV,અહીં જાણો વિગત

Upcoming SUV Car in India: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં SUV ની માંગ સતત વધી રહી છે. વર્ષ 2024માં ભારતમાં વેચાયેલી દરેક કારમાંથી 52 ટકા SUV હતી. આગામી મહિને ભારતમાં બે મોટી કંપનીઓ હ્યુન્ડઈ ઈન્ડિયા અને ટાટા મોટર્સ પોતાની નવી મિડ-સાઇઝ SUV લોન્ચ કરવાની છે. 

જો તમે પણ નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડી રાહ જોવી પડશે. Hyundai Alcazar ફેસલિફ્ટ ભારતીય બજારમાં 9 સપ્ટેમ્બરે અને ટાટા કર્વ 2 સપ્ટેમ્બરે આવશે. ચાલો જાણીએ આ બે એસયુવીના સંભવિત ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે.

Hyundai Alcazar Facelift 
હ્યુન્ડઈએ ક્રેટાની જબરદસ્ત સફળતા બાદ હવે પોતાની પોપુલર એસયુવી અલ્કાઝારના ફેસલિફ્ટ મોડલને લોન્ચ કરવાનો પ્લાન કર્યો છે. આ નવા મોડલમાં કંપનીએ લેવલ -2 ADAS તકનીલ અને 70થી વધુ કનેક્ટેડ ફીચર્સને જોડ્યા છે. આ નવી હ્યુન્ડઈ અલ્કાઝાર ફેસલિફ્ટ 9 સપ્ટેમ્બરે ભારતીય બજારમાં લોન્ચ થશે. 

આ ગાડીમાં 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન હશે, જે 160bhp ના પાવર અને 253Nm નો ટોર્ક આપશે. આ સાથે તેમાં 1.5 લીટર ડીઝલ એન્જિનનો પણ વિકલ્પ મળશે, જે 116bhp  નો પાવર અને 250Nm નો ટોર્ક આપશે. 

Tata Curvv
ભારતમાં 3 સપ્ટેમ્બરે ટાટા કર્વને ICE (ઈન્ટરનલ કમ્બશન એન્જિન) વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે. આ પહેલા ટાટાએ આ મોડલને ઈલેક્ટ્રિક વેરિએન્ટમાં લોન્ચ કર્યું હતું. ટાટા કર્વમાં ત્રણ એન્જિન વિકલ્પ મળશે, જેમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન, 1.2-લિટર GDI પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. 

કારના ફીચર્સમાં મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ચાર્જિંગ અને વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવી ટેક્નોલોજી સામેલ હશે. આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખતા, આ એસયુવીમાં ADAS તકનીક મળવાની સંભાવના છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news