2 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 27 લાખ, હવે કંપની આપી રહી છે 1 બોનસ શેર, રેકોર્ડ ડેટ જાહેર

આરએમસી સ્વિચગિયર્સના શેરમાં 2 વર્ષમાં 2605 ટકાની તોફાની તેજી આવી છે. સ્વિચગિયર્સ બનાવનારી કંપની હવે 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપવામાં આવી રહ્યો છે. એટલે કે કંપની દરેક 2 શેર પર 1 બોનસ શેર આપશે. 
 

2 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 27 લાખ, હવે કંપની આપી રહી છે 1 બોનસ શેર, રેકોર્ડ ડેટ જાહેર

નવી દિલ્હીઃ સ્વિચગિયર્સ બનાવનારી કંપની આરએમસી સ્વિચગિયર્સના સ્ટોકમાં છેલ્લા બે વર્ષમાં 2600 ટકાથી વધુની જબરદસ્ત તેજી આવી છે. કંપનીના સ્ટોક આ સમયમાં 26 રૂપિયાથી વધી 700 રૂપિયાને પાર પહોંચી ગયા છે. મલ્ટીબેગર કંપની આરએમસી સ્વિચગિયર્સ (RMC Switchgears) હવે પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેરની ભેટ આપી રહી છે. કંપની 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે દરેક 2 શેર પર આરએમસી સ્વિચગિયર્સ 1 બોનસ શેર આપશે. 

બોનસ શેરની રેકોર્ડ ડેટની જાહેરાત
આરએમસી સ્વિચગિયર્સે બોનસ શેરની રેકોર્ડ ડેટ ફિક્સ કરી દીધી છે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ 13 ઓક્ટોબર 2023 ફિક્સ કરી છે. આ પ્રથમ તક છે, જ્યારે કંપની પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવા જઈ રહી છે. આરએમસી સ્વિચગિયર્સ મીટર, ડિસ્ટ્રીબ્યૂશનબોક્સ, સોલર પેનલ અને સીટ માઉલ્ડિંગ કમ્પાઉન્ટ પણ બનાવે છે. આરએમસી સ્વિચગિયર્સનું માર્કેટ કેપ 493 કરોડ રૂપિયાની નજીક છે. 

2 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 27 લાખ રૂપિયા
આરએમસી સ્વિચગિયર્સના શેર 1 ઓક્ટોબર 2021ના 26.50 રૂપિયા પર હતા. કંપનીના શેર 5 ઓક્ટોબર 2023ના 718.45 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકમાં છેલ્લા બે વર્ષમાં 2605 ટકાની તેજી આવી છે. જો કોઈ એક વ્યક્તિએ 1 ઓક્ટોબર 2021ના 1 લાખ રૂપિયા લગાવી આરએમસી સ્વિચગિયર્સના શેર ખરીદ્યા હોત અને તમારૂ ઈન્વેસ્ટમેન્ટ બનાવી રાખ્યું હોત તો આ શેરની વેલ્યૂ 27.11 લાખ રૂપિયા હોત.

એક વર્ષમાં 463 ટકા વધ્યો શેર
આરએમસી સ્વિચગિયર્સના શેર એક વર્ષમાં 463 ટકા  વધી ગયો છે. કંપનીના શેર 6 ઓક્ટોબર 2022ના 127.35 રૂપિયા પર હતો, જે 5 ઓક્ટોબર 2023ના 718.45 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 175 ટકાનો વધારો થયો છે. તો આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેર 177 ટકા વધ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news