હવે કોઈપણ સમયે કરો પૈસા ટ્રાન્સફર, આજે મધ્યરાત્રીથી 24 કલાક કામ કરશે RTGS સર્વિસ
હવે તમારે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર (Online money transfaer) કરવા માટે દિવસ, રાત અથવા સમય શોધવાની જરૂર નથી. આજની રાત 12:30 વાગ્યાથી ઓનલાઈન બેંકિંગ ટ્રાન્સફરની RTGS (Real Time Gross Settlement System) સર્વિસ 24 કલાક 365 દિવસ કામ શરૂ કરશે
Trending Photos
નવી દિલ્હી: હવે તમારે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર (Online money transfaer) કરવા માટે દિવસ, રાત અથવા સમય શોધવાની જરૂર નથી. આજની રાત 12:30 વાગ્યાથી ઓનલાઈન બેંકિંગ ટ્રાન્સફરની RTGS (Real Time Gross Settlement System) સર્વિસ 24 કલાક 365 દિવસ કામ શરૂ કરશે.
આજની રાતથી 24 કલાક RTGS સુવિધા
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર આજ રાત 12 વાગ્યે એટલે કે, મધ્યરાત્રિ 12:30 વાગ્યાથી RTGS સર્વિસ દરેક સમયે હાજર રહેશે. ભારત વિશ્વના પસંદગીના દેશોમાં જોડાશે, જ્યાં આવા મોટા વ્યવહારો 24 કલાક થાય છે. 16 વર્ષ પહેલાં માર્ચ 2004માં ફક્ત 3 બેંકો સાથે RTGS સેવા શરૂ કરવામાં આવી હતી અને હવે 237 બેંકો આ સેવા સાથે જોડાયેલી છે. RTGS દ્વારા દરરોજ 4 લાખ કરોડ રૂપિયાના 6 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન થાય છે.
અત્યાર સુધી શું હતી સિસ્ટમ
અત્યાર સુધી તમે RTGS દ્વારા સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી નાણાંનો વ્યવહાર કરી શકતા હતા, તે પણ બેંકિંગના કામકાજના દિવસોમાં. શનિવારે આ સુવિધા ફક્ત બપોરે 2 વાગ્યા સુધી મળતી હતી. મહિનાના બીજા અને ચોથા શનિવારે, બેંક હોલિડે, સાર્વજનિક હોલિડે અને રવિવારે કોઈ લેવડદેવડ થતી નહોતી.
આ પણ વાંચો:- શું 1 જાન્યુઆરી બાદ UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે? ખાસ જાણો જવાબ...નહીં તો ભરપેટ પસ્તાશો
શું છે RTGS?
RTGS એટલે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ, તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે થાય છે. NEFT દ્વારા તમે 2 લાખ રૂપિયા સુધી નાણાં ટ્રાન્સફર કરી શકો છો, RTGSમાં ઓછામાં ઓછા 2 લાખથી વધુ ટ્રાન્સફર થઈ શકે છે, આ માટે કોઈ ઉપરી મર્યાદા નથી. NEFT કરતાં RTGS ખૂબ ઝડપી છે, પૈસા તરત જ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર થાય છે, જ્યારે NEFT ટ્રાન્સફરમાં થોડો સમય લાગે છે. કોઈપણ એકાઉન્ટ ધારક દ્વારા RTGS સેવાનો ઉપયોગ કરી શકાય છે.
ક્યારે થઈ હતી RTGSની શરૂઆત
26 માર્ચ 2004ના રોજ RTGSની સર્વિસ શરૂ કરવામાં આવી હતી. અગાઉ આ સુવિધા ફક્ત 4 બેંકોમાં જ ઉપલબ્ધ હતી. હવે 237 બેંકો, નાણાકીય સંસ્થાઓ તેની સાથે સંકળાયેલી છે. જેના કારણે દરરોજ 4.17 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થાય છે. એકલા નવેમ્બર 2020માં, RTGS પાસેથી 57.96 લાખ કરોડ રૂપિયાનું ટ્રાંઝેક્શન થયું હતું.
RTGS પર ચાર્જ?
RTGS સર્વિસ ખૂબ અનુકૂળ અને ઝડપી છે, પરંતુ તેના માટે તમારે થોડી કિંમત ચૂકવવી પડશે. દરેક બેંક તેના હિસાબથી તેના પર ચાર્જ વસુલ કરે છે. આ ચાર્જ પૈસા મોકલનાર પર વસૂલવામાં આવે છે, પૈસા પ્રાપ્તકર્તાએ કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. 2 લાખથી 5 લાખ રૂપિયા સુધીના પૈસા મોકલવા માટે ટ્રાંઝેક્શન દીઠ 30 રૂપિયા ચાર્જ લાગે છે. 5 લાખથી વધુના પૈસા મોકલવા માટે 55 રૂપિયા સુધીની ચાર્જ લેવામાં આવે છે. આ ચાર્જ અલગ પણ હોઈ શકે છે, તમે આ માટે તમારી બેંકનો સંપર્ક કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે