SBI New Rule: એસબીઆઇ ગ્રાહક ધ્યાન આપે! બેંકે બદલ્યો આ મોટો નિયમ, અટકી શકે છે Transaction

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI ના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંકે ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને મહત્વનો ફેરફારો કર્યા છે. હવે SBI ની YONO એપ્લિકેશન પર ગ્રાહકો માત્ર તે ફોનથી લોગ ઇન કરી શકે છે જે મોબાઇલ નંબર બેંકમાં નોંધાયેલ હશે

SBI New Rule: એસબીઆઇ ગ્રાહક ધ્યાન આપે! બેંકે બદલ્યો આ મોટો નિયમ, અટકી શકે છે Transaction

નવી દિલ્હી: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI ના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંકે ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને મહત્વનો ફેરફારો કર્યા છે. હવે SBI ની YONO એપ્લિકેશન પર ગ્રાહકો માત્ર તે ફોનથી લોગ ઇન કરી શકે છે જે મોબાઇલ નંબર બેંકમાં નોંધાયેલ હશે. બેંકે આ પગલું એટલા માટે લીધું છે કે જેથી ગ્રાહકોને ઓનલાઈન બેંકિંગ છેતરપિંડીથી બચાવી શકાય.

ઓનલાઈન બેંકિંગ છેતરપિંડીથી રક્ષણ
આજકાલ ઓનલાઈન છેતરપિંડીના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આ કારણે, યોનો એપમાં આ નવું અપગ્રેડ દાખલ કરવામાં આવ્યું છે. આ સાથે ગ્રાહકોને માત્ર સુરક્ષિત બેંકિંગનો અનુભવ જ નહીં મળે પરંતુ તેઓ ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બનવાથી પણ બચી શકશે.

બેંક પોતે જ આપી હતી માહિતી
તમને જણાવી દઈએ કે બેંકે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે કે, નવા રજીસ્ટ્રેશન માટે ગ્રાહકોએ તે જ ફોનનો ઉપયોગ કરવો જોઈએ જેમાં તેમનો મોબાઈલ નંબર બેંકમાં નોંધાયેલ હોય. એટલે કે, હવે એસબીઆઈ યોનો ખાતાધારકોને જ્યારે કોઈ અન્ય નંબરથી લોગઈન કરવાનો પ્રયાસ કરશે ત્યારે કોઈ પણ વ્યવહાર કરવા દેશે નહીં.

અન્ય ફોન નંબરનો નહી કરી શકાય ઉપયોગ
હવે આ નવા નિયમ હેઠળ, તમે કોઈપણ ફોન દ્વારા એપમાં લોગ ઇન કરી શકતા નથી, જ્યારે અગાઉના ગ્રાહકો કોઈપણ ફોનથી લોગ ઇન કરી શકતા હતા. હવે તમે એ જ મોબાઇલથી યોનોની સુવિધાનો ઉપયોગ કરી શકો છો જેમાં તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર રહેશે. બેંકે કહ્યું છે કે તેના દ્વારા તે ગ્રાહકો માટે સુરક્ષા સુવિધાઓમાં વધારો કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news