સેન્સેક્સે પહેલીવાર પાર કર્યો 36000નો આંક, નિફ્ટીએ રચ્યો ઈતિહાસ
સેન્સેક્સ પહેલી વાર 36000ને પાર થયો અને નિફ્ટીએ પણ પહેલીવાર 1100ની સપાટી પાર કરી
સેંસેક્સ, નિફ્ટીએ મંગળવારે બનાવ્યો રેકોર્ડ
સેંસેક્સ પહેલીવાર 36000ના સ્તરને પાર કરી ગયો
નિફ્ટીએ પણ પહેલીવાર 11000ના સ્તરને પાર કર્યો
Trending Photos
નવી દિલ્હી: બિઝનેસ વીકના બીજા જ દિવસે શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો છે. સેંસેક્સ પહેલીવાર 36000ને પાર કરી ગયો છે. તો બીજી તરફ નિફ્ટીએ પણ પહેલીવાર 11000ના સ્તરને પાર કર્યો. મજબૂત ગ્લોબલ સંકેતો દ્વારા મંગળવારે ભારતીય શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી. શરૂઆતી બિઝનેસમાં નિફ્ટીએ 11,023નો નવો રેકોર્ડ સ્તર બનાવ્યો, તો બીજી તરફ સેંસેક્સ 36,009 સુધી પહોંચ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટીમાં 0.5ની મજબૂતી સાથે વેપાર જોવા મળી રહ્યો છે.
સેંસેક્સનો રેકોર્ડબ્રેક કૂદકો
હાલ બીએસઇના 30 શેરવાળા મુખ્ય ઇંડેક્સ સેંસેક્સ 206 અંક એટલે કે 0.6 ટકાના ઉછાળા સાથે 36,004ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે. તો બીજીતરફ એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈંડેક્સ નિફ્ટી 54 અંક એટકે 0.5 ટકાની તેજી સાથે 11,020ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે.
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં જોરદાર તેજી
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. બીએસઇના મિડકેપ ઇંડેક્સમાં 0.7 ટકા સુધીનો ઉછાળો છે, જ્યારે નિફ્ટીના મિડકેપમાં 100 ઈંડેક્સમાં લગભગ 0.5 ટકાનો વધારો નોંધાયો છે. બીએસઈના સ્મોલકેપ ઈંડેક્સમાં 0.5 ટકા ઉછાળો છે.
આ શેરોએ બજારને દોડતું કર્યું
બેંકીગ, આઇટી, મેટલ, ફાર્મા, કેપિટલ ગુડ્સ, કંજ્યૂમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેરમાં ખરીદી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 0.4 ટકાની મજબૂતી સાથે 27,141ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે. મીડિયા, ઓટો અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે.
ગત રેકોર્ડ હાઇ લેવલ
22 જાન્યુઆરી: સેંસેક્સ 35827.70ની નવી ઉંચાઇએ પહોંચ્યો, તો બીજી તરફ નિફ્ટીએ 10,975.10ના નવા સ્તરે પહોંચ્યો હતો.
19 જાન્યુઆરી: નિફ્ટીએ 10,900ના આંકને પાર કરતાં 10906.85ના લેવલ પર પહોંચ્યો હતો, બીજી તરફ સેંસેક્સ પણ 35542.17 પોઈન્ટની નવી ઉંચાઇએ પહોંચ્યો હતો.
17 જાન્યુઆરી: સેંસેક્સ 35118.61ની નવી ઉંચાઇ પર પહોંચ્યો હતો, તો બીજી તરફ નિફ્ટીએ પણ પહેલીવાર 10803ના લેવલે પહોંચ્યો.
15 જાન્યુઆરી: નિફ્ટી 10782.65ના નવા રેકોર્ડ પર પહોંચ્યો હતો, જ્યારે સેંસેક્સે 34963.69 લેવલે પહોંચ્યો હતો.
12 જાન્યુઆરી: સેંસેક્સ 34638.42ની નવી ઉંચાઇ પર પહોંચ્યો હતો, તો બીજી તરફ નિફ્ટી 10690.25 પોઈન્ટ સુધી પહોંચ્યો હતો.
11 જાન્યુઆરી: નિફ્ટીએ 10664.60ના ઓલટાઇમ હાઇ બનાવ્યો હતો.
09 જાન્યુઆરી: સેંસેક્સે ઉંચાઇના નવા લેવલ 34565.63 પોઇન્ટ્સને અડક્યો હતો.
08 જાન્યુઆરી: સેંસેક્સે 34487.52 પોઈન્ટ્સના લેવલને અડક્યો હતો, તો બીજી તરફ નિફ્ટી 10631.20ની ઉંચાઇ સુધી પહોંચી ગયો હતો.
05 જાન્યુઆરી: 2018ના રોજ સેંસેક્સ 34175 અને નિફ્ટી 10566.10 પોઈન્ટ્સ સુધી પહોંચી ગયો હતો.
રૂપિયાની નબળી શરૂઆત
સપ્તાહના બીજા દિવસે પણ રૂપિયાની નબળી શરૂઆત થઇ. ડોલરના મુકાબલે રૂપિયો 3 પૈસા તૂટીને 63.90ના સ્તર પર ખૂલ્યો હતો. સોમવારે પણ રૂપિયામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરના મુકાબલે રૂપિયો 2 પૈસાની નબળાઇ સાથે 63.87ના સ્તર પર બંધ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે