Richest Indian Women: આ છે દેશની ટોપ પાંચ ધનિક મહિલા, જાણો કેટલી છે તેમની નેટવર્થ

આપણે હમેશાં દુનિયામાં સૌથી ધનિક પુરૂષોની વાત કરીએ છીએ, પરંતુ સમય છે તે મહિલાઓ વિશે વાત કરવાનો જેમણે તેમના સખત પરિશ્રમથી પોતાના જીવનને એક ઉંચાઈએ પહોંચાડ્યું છે અને હવે દુનિયા અથવા ભારતની સૌથી ધનિક મહિલાઓમાં સામેલ છે

Richest Indian Women: આ છે દેશની ટોપ પાંચ ધનિક મહિલા, જાણો કેટલી છે તેમની નેટવર્થ

નવી દિલ્હી: Richest Indian Women: આપણે હમેશાં દુનિયામાં સૌથી ધનિક પુરૂષોની વાત કરીએ છીએ, પરંતુ સમય છે તે મહિલાઓ વિશે વાત કરવાનો જેમણે તેમના સખત પરિશ્રમથી પોતાના જીવનને એક ઉંચાઈએ પહોંચાડ્યું છે અને હવે દુનિયા અથવા ભારતની સૌથી ધનિક મહિલાઓમાં સામેલ છે. તો આવો જાણીએ કે, Hurun Global Rich List 2021 ના અનુસાર કોણ છે દેશની સૌથી ધનિક પાંચ મહિલા ઉદ્યોગસાહસિક.

કિરણ મઝુમદાર શો
Biocon ના સ્થાપક કિરણ મઝુમદાર શો આ યાદીમાં પ્રથમ સ્થાન પર ભારતના સૌથી ધનિક મહિલા ઉદ્યોગસાહસિક છે. તેમની નેટવર્થ 4.8 બિલિયન ડોલર છે

સ્મિતા વી કૃષ્ણા
Godrej ની વારસદાર સ્મિતા વી કૃષ્ણા 4.7 બિલિયન યુએસ ડોલરની કુલ સંપત્તિની સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. જો કે, આ નોંધનીય વાત છે કે, કૃષ્ણા કૌટુંબિક સંપત્તિમાં પાંચમો હિસ્સો ધરાવે છે.

મંજુ દેશબંધુ ગુપ્તા
મંજુ દેશબંધુ ગુપ્તા Lupin Limited ના કો-ફાઉન્ડર દેશબંધુ ગુપ્તાની પત્ની છે. Lupin Limited એક મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની છે. મંજુ દેશબંધુ ગુપ્તાની અંદાજિત કુલ સંપત્તિ 3.3 બિલિયન ડોલર છે.

લીના ગાંધી તિવારી
USV Private Limited ના ચેરપર્સન લીના ગાંધી તિવારીની અંદાજિત નેટવર્થ 2.1 બિલિયન ડોલર છે. USV Private Limited જેનરિક ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ છે.

રાધા વેમ્બુ
રાધા વેમ્બુ Zoho Corporation માં મેજોરિટી સ્ટેકહોલ્ડર છે. તેમની કુલ સંપત્તિ 1.7 બિલિયન યુએસ ડોલર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news