Tiktok India : ચીને કાઢી ભડાસ, ટિકટોકે પોતાની આખી ભારતીય ટીમને રાજીનામુ પકડાવ્યું

Tiktok India Team layoff: છટણીની આગ હવે Tiktokની ભારતીય ટીમ સુધી પહોંચી ગઈ છે, જણાવી દઈએ કે હવે Tiktokએ તેની આખી ભારતીય ટીમને કાઢી મૂકી છે.
 

Tiktok India : ચીને કાઢી ભડાસ, ટિકટોકે પોતાની આખી ભારતીય ટીમને રાજીનામુ પકડાવ્યું

Tiktok India Team Layoff: નોકરીથી કાઢી મુકવાની ભબતમાં Tiktok પણ હવે પાછળ નથી. આ બાબતથી વાકેફ કેટલાક સૂત્રોએ તાજેતરમાં જ માહિતી આપી છે કે આ સપ્તાહની શરૂઆતમાં ટિકટોકે તેની આખી ભારતીય ટીમ એટલે કે ટિકટોકમાં કામ કરતા તમામ ભારતીયોને કાઢી મૂકીને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે.

રિપોર્ટ અનુસાર આ સપ્તાહની શરૂઆતમાં જ 40 લોકોને ટિકટોક પિંક સ્લિપ આપવામાં આવી છે. આ સાથે ટિકટોકમાં કામ કરતા કર્મચારીઓને એ પણ જણાવવામાં આવ્યું છે કે જો લોકોને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવશે તો કંપની તેમને 9 મહિનાનો પગાર આપવામાં આવશે.

ટિકટોક ઈન્ડિયાના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે 28 ફેબ્રુઆરી તેમનો છેલ્લો દિવસ હશે. તેમને અન્ય તકો એટલે કે નવી નોકરી શોધવા માટે કંપની તરફથી કેટલાક બેનિફિટ્સ આપવામાં આવશે.

કંપનીએ કર્મચારીઓને કહ્યું કે ચીનની એપ્સ પર સરકારના વલણને કારણે કંપની ભારતમાં તેનું કામકાજ ફરી શરૂ કરી શકશે નહીં. લોકોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ByteDanceએ ગુરુવાર સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

યાદ કરો કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને જૂન 2020 માં ટિકટોક સહિત લગભગ 300 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ કંપનીના ઇન્ડિયા ઓફિસના ઘણા કર્મચારીઓ દુબઈ અને બ્રાઝિલમાં કામ કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે જ્યારે ભારતમાં Tiktok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે સમયે કંપનીના 200 મિલિયનથી વધુ યુઝર્સ હતા. ભારતમાં ટિક્ટોક બેન થયા બાદ મેટાની ફોટો અને વિડિયો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામે Reels ફીચર લોન્ચ કર્યું હતું.
આ પણ વાંચો:
Womens T20 World Cup માં ભારતે કહ્યું - હમારી છોરીયા છોરોસે કમ હૈ કે...! આજથી 10 ટીમો વચ્ચે જંગ
રૂપિયા ખાંઉ CGST ના આસિ.કમિશનર! રેડમાં એટલી સંપત્તિ મળી કે અધિકારીઓ ગણીગણીને થાક્યા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news