ધનતેરસ પર છે સોનું ખરીદવાનો પ્લાન? તો પછી ખાસ વાંચજો

ભારતીય પરંપરામાં ધનતેરસે સોનું ખરીદવાનો બહુ મહિમા છે. ધનતેરસના દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. 

ધનતેરસ પર છે સોનું ખરીદવાનો પ્લાન? તો પછી ખાસ વાંચજો

નવી દિલ્હી : ભારતીય પરંપરામાં ધનતેરસે સોનું ખરીદવાનો બહુ મહિમા છે. ધનતેરસના દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. આ કારણે દર વર્ષે ધનતેરસ અને દિવાળીના પ્રસંગે સોનાની ખરીદીમાં તેજી આવતી હોય છે. જોકે ડિમાન્ડ વધવાની સાથેસાથે સોનામાં ભેળસેળની ફરિયાદ આવતી હોય છે. જોકે ખરીદી કરતી વખતે કેટલીક વાતોની જાણકારી હોવી જોઇએ અને એ વાતની ખબર હોવી જોઈએ કે અલગઅલગ શુદ્ધતાના માનાંક ધરાવતા સોનાની કિંમત અલગઅલગ હોય છે. 

સોનું ખરીદતી વખતે પહેલી સાવધાની રાખવી જોઈએ કે હંમેશા બીઆઇએસ હોલમાર્ક જોઈને જ સોનું ખરીદવું જોઈએ. હોલમાર્કથી અસલી સોનું ઓળખવું બહુ સહેલું બની જશે. અસલી હોલમાર્ક પર ભારતીય માનક બ્યુરોનું ત્રિકોણનું નિશાન હોય છે અને એના પર હોલમાર્કિંગ સેન્ટરના લોગો સાથે સોનાની શુદ્ધતા પર લખેલી હોય છે. 

સોનાની કિંમત કેરેટ પ્રમાણે નક્કી થતી હોય છે. સોનું જેટલું વધારે કેરેટનું હશે એટલું જ મોંઘું હશે. સામાન્ય રીતે આપણે સોનું 24 કેરેટ અને 22 કેરેટની ક્વોલિટીમાં ખરીદવાનું પસંદ કરીએ છીએ. સામાન્ય રીતે 24 કેરેટ સોનામાં 99.9 ટકા શુદ્ધ સોનું હોય છે પણ એ એકદમ નરમ હોવાના કારણે જ્વેલરી 24 કેરેટમાં બનાવવામાં નથી આવતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news