Aadhaar Card ધારક આ નંબર પર જાણી શકશે દરેક સમસ્યાનું સમાધાન, આ 6 વાતોનું રાખો ધ્યાન

જો તમે આધારકાર્ડ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાથી પરેશાન છો તો તમે તે સમસ્યાનો સરળતાથી હલ મેળવી શકો છો. કેમ કે, UIDAI હંમેશા પોતાના યૂઝર્સની સમસ્યાને ધ્યાને રાખીને નવી નવી સુવિધાઓ લઈને આવે છે. જેથી લોકોને સરળતાથી તેનો ફાયદો મળી શકે. અત્યારે હાલમાં જ યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઈન્ટરએક્ટિવ વોયસ રિસ્પોન્સ ટેક્નીક પર એક નવી કસ્ટમર સર્કિસ શરૂ કરી છે. આ સેવા 24×7 ફ્રીમાં ઉપલબ્ધ છે.

Aadhaar Card ધારક આ નંબર પર જાણી શકશે દરેક સમસ્યાનું સમાધાન, આ 6 વાતોનું રાખો ધ્યાન

UIDAIએ ગ્રાહકોની મદદ માટે 1947 નંબર જાહેર કર્યો છે. આ હેલ્પલાઈન નંબર લગભગ 12 ભાષાઓમાં કામ કરે છે. એટલા માટે દેશના કોઈ પણ રાજ્યના લોકો આ નંબર પર ફોન કરીને સંપર્ક કરી શકે છે. અને સમસ્યાનું સમાધાન મેળવી શકે છે. 

UIDAIએ ટ્વીટ કરીને જણાવ્યું કે, તમે કોઈપણ પ્રકારની મદદ માટે આ નંબર પર કૉલ કરી શકો છો. આ નંબર આધાર નોંધણી અથવા અપડેટ સ્ટેટસ, પીવીસી કાર્ડ સ્ટેટસ અથવા SMS દ્વારા માહિતી મેળવવામાં મદદ કરશે. આધાર સાથે જોડાયેલી મોટાભાગની સમસ્યાઓ 1947 પર કોલ કરીને ઉકેલી શકાય છે. જો તમને આધાર કાર્ડ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે 1947 પર કૉલ કરીને તે સમસ્યાનું નિરાકરણ કરી શકો છો.

આ વાતોનું રાખો ધ્યાનઃ

-જો તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે તો તમે 1947 પર ફોન કરીને સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો.

-તમે આ હેલ્પલાઈન નંબર પર હિન્દી, અંગ્રેજી, તેલુગુ, પંજાબી, ગુજરાતી, કન્નડ, તમિલ, મલયાલમ, મરાઠી, ઉડિયા, બંગાળી, ઉર્દૂ અને આસામીમાં વાત કરી શકો છો.

-આ નંબર સંપૂર્ણપણે ટોલ ફ્રી છે. એટલે કે, તમારે આ નંબર પર કૉલ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે.

-તમે દિવસના કોઈપણ સમયે આ નંબર પર IVRS મોડ પર કૉલ કરી શકો છો.

-આ સિવાય UIDAIએ એમ પણ કહ્યું છે કે, જો તમે પણ આધાર કાર્ડ સંબંધિત કોઈ ફરિયાદ અથવા સૂચન કરવા માગો છો તો તમે
મેઇલ દ્વારા પણ કરી શકો છો. તમે તમારી ફરિયાદ અને સૂચન આ ઈ-મેલ help@uidai.gov.in પર મોકલી શકો છો.

આ વીડિયો પણ ખાસ જુઓ...

તમને જણાવી દઈએ કે, જો તમને પણ આધાર કાર્ડ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે પણ આ નંબર પર કોલ કરીને તમારી સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો. સવારે 7થી 11 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે ફોન કરી શકો છો. આ નંબરની સુવિધાઓ સોમવારથી શનિવાર સુધી ઉપલબ્ધ રહેશે. રવિવારે કોઈપણ પ્રતિનિધિ સવારે 8:00થી સાંજના 5:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news