Bloomberg Billionaires Index: હાય હાય...આ શું? ઘટી ગઈ ગૌતમ અદાણીની સંપત્તિ, મુકેશ અંબાણી યાદીમાં કયા નંબરે તે જાણો

Gautam Adani in Bloomberg Billionaires Index: એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી તાજેતરમાં મીડિયાને આપેલા ઈન્ટરવ્યુ બાદ ખુબ ચર્ચામાં છે. નવા વર્ષ પર હવે તેમને મોટો ઝટકો મળ્યો છે. તેઓ દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સરકીને ચોથા નંબરે પહોંચી ગયા છે. 

Bloomberg Billionaires Index: હાય હાય...આ શું? ઘટી ગઈ ગૌતમ અદાણીની સંપત્તિ, મુકેશ અંબાણી યાદીમાં કયા નંબરે તે જાણો

Gautam Adani in Bloomberg Billionaires Index: એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી તાજેતરમાં મીડિયાને આપેલા ઈન્ટરવ્યુ બાદ ખુબ ચર્ચામાં છે. નવા વર્ષ પર હવે તેમને મોટો ઝટકો મળ્યો છે. તેઓ દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સરકીને ચોથા નંબરે પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં તેમની નેટવર્થમાં 91.2 કરોડ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે અને આ ગગડીને 118 અબજ ડોલર પર  પહોંચી ગઈ છે. વર્ષ 2022માં અદાણીની નેટવર્થમાં 44 અબજ ડોલરનો વધારો થયો હતો. વાર્ષિક આધાર પર અદાણીની નેટવર્થમાં 2.44 અબજ ડોલરનો ઘટાડો થયો છે. 

બર્નોર્ડ આરનોલ્ટ પહેલા નંબરે
અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ ધનકુબેરોની યાદીમાં ગૌતમ અદાણી કરતા આગળ નીકળ્યા છે. જેફ બેઝોસની સંપત્તિ 5.23 અબજ ડોલરના વધારા સાથે 118 અબજ ડોલર પર પહોંચી ગઈ. બ્લૂમબર્ગ તરફથી બહાર પાડવામાં આવેલી દુનિયાના ધનિકોની યાદીમાં ફ્રાન્સના બિઝનેસમેન બર્નોર્ડ આરનોલ્ટ 182 અબજ ડોલર સાથે પહેલા નંબરે છે. વર્ષ 2022માં તેમની સંપત્તિમાં 20 અબજ ડોલરનો જબરદસ્ત વધારો થયો. 

એલન મસ્ક બીજા નંબરે
ટ્વિટર અને ટેસ્લાના માલિક એલન મસ્ક 132 અબજ ડોલર સાથે બીજા નંબરે છે. એલન મસ્કની સંપત્તિમાં એક દિવસ પહેલા 2.78 અબજ ડોલરનો વધારો થયો છે. પરંતુ આખા વર્ષ દરમિયાન મસ્કની નેટવર્થ 4.84 અબજ ડોલર નીચે આવી છે. જેફ બેઝોસ 118 અબજ ડોલર સાથે ત્રીજા નંબરે છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં બુધવારે 2.44 અબજ ડોલરનો ઘટાડો થયો અને તેઓ ચોથા નંબરે પહોંચી ગયા. 

આ યાદીમાં અમેરિકાના મોટા ઈન્વેસ્ટર વોરન બફેટ 111 અબજ ડોલર સાથે પાંચમા નંબરે, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ છઠ્ઠા નંબરે અને લેરી અલિસન 98 અબજ ડોલર સાથે સાતમા નંબરે છે. આ ઉપરાંત મુકેશ અંબાણી 87.6 અબજ ડોલરની સંપત્તિ સાથે આઠમા નંબરે છે. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news