ગેમિંગ એપના કૌભાંડમાં ઝપેટામાં આવી બોલિવુડની બે અભિનેત્રી, અમદાવાદ સુધી તપાસમાં દોડવું પડ્યું

બોલિવુડમાં ગેમ્બલિંગ એપમાં બ્રાન્ડિંગ કરનારા સ્ટાર્સ હવે ઝપેટામાં આવી રહ્યાં છે. હાલ બોલિવુડની બે એક્ટ્રેસ મલ્લિકા શેરાવત અને પૂજા બેનરજીની ગત રોજ પૂછપરછ કરવામાં આવી છે. બંનેના નિવેદન નોંધવામાં આવ્યા છે. મેજિક વિન ગેમ્બલિંગ એપ નામની સટ્ટાબાજી સંબંધિત એપ માટે બંને સ્ટાર્સે બ્રાન્ડિંગ કર્યુ હતું. જેને કારણે હાલ બંને અભિનેત્રીઓ પર ગાળિયો કસાયો છે. 

ગેમિંગ એપના કૌભાંડમાં ઝપેટામાં આવી બોલિવુડની બે અભિનેત્રી, અમદાવાદ સુધી તપાસમાં દોડવું પડ્યું

Ahmedabad News : બોલિવુડમાં ગેમ્બલિંગ એપમાં બ્રાન્ડિંગ કરનારા સ્ટાર્સ હવે ઝપેટામાં આવી રહ્યાં છે. હાલ બોલિવુડની બે એક્ટ્રેસ મલ્લિકા શેરાવત અને પૂજા બેનરજીની ગત રોજ પૂછપરછ કરવામાં આવી છે. બંનેના નિવેદન નોંધવામાં આવ્યા છે. મેજિક વિન ગેમ્બલિંગ એપ નામની સટ્ટાબાજી સંબંધિત એપ માટે બંને સ્ટાર્સે બ્રાન્ડિંગ કર્યુ હતું. જેને કારણે હાલ બંને અભિનેત્રીઓ પર ગાળિયો કસાયો છે. 

જુગાર એપ મેજિક વિન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. મેજિક વિન ગેમ્બલિંગ એપ સંબંધિત કેસમાં ઈડીએ બોલિવુડ અને નાના પડદાના કલાકારોને સમન્સ મોકલ્યા છે. ઈડીએ આ કેસમાં બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત અને પૂજા બેનજીર્ને સમન્સ પાઠવ્યા છે. ઈડીએ આ કેસમાં પૂજા બેનજીર્ની પૂછપરછ કરી છે. અભિનેત્રી મલ્લિકા શેરાવતે મેલ દ્વારા સમન્સનો જવાબ આપ્યો છે. 

48 વર્ષીય એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે ગયા અઠવાડિયે EDની અમદાવાદ ઓફિસમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું અને તેના જવાબો ઈ-મેલ દ્વારા મોકલ્યા હતા, જ્યારે બેનર્જીએ તપાસ અધિકારી (IO) સમક્ષ નિવેદનો આપ્યા છે. તેની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

સટ્ટાબાજીની એપમાં વધુ સ્ટાર્સ ફસાઈ શકે છે
એવું માનવામાં આવે છે કે આ બંનેએ 'મેજિકવિન'ને લગતી કેટલીક પ્રમોશનલ એક્ટિવિટીઝ કરી છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ દ્રષ્ટીએ તેઓ આ કેસમાં આરોપી મળ્યા નથી. એજન્સી ટૂંક સમયમાં આ કેસમાં વધુ કેટલાક અભિનેતાઓ અને સેલિબ્રિટીઓની પૂછપરછ કરી શકે છે. ED એ મંગળવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે પોર્ટલ માટે આયોજિત 'લૉન્ચ પાર્ટી' તેની તપાસ હેઠળ છે, જેમાં અનેક 'બી-ટાઉન સેલિબ્રિટી' એ હાજરી આપી હતી અને 'મેજિકવિન'ને સમર્થન આપ્યું હતું.

સ્ટાર્સને થયા છે અનેક ફાયદા 
આ સેલિબ્રિટીઓએ મેજિકવિન માટે વિડિયો અને ફોટો શૂટ પણ કર્યા હતા અને તેના "પ્રમોશન" માટે તેને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કર્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ભારતના વિવિધ ભાગોમાં હોર્ડિંગ્સ આઉટ ઓફ હોમ (OOH) દ્વારા જાહેરાતો પણ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગનો કેસ ગુજરાતમાં અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પર આધારિત છે.

મેજિકવિન સટ્ટાબાજીની એપ્લિકેશનનું પાકિસ્તાની જોડાણ
એજન્સીના જણાવ્યા અનુસાર, મેજિકવિન એક સટ્ટાબાજીની વેબસાઇટ છે, જેને ગેમિંગ પોર્ટલ તરીકે વર્ણવવામાં આવી છે અને તે પાકિસ્તાની નાગરિકોની વાસ્તવિક માલિકીની છે. તપાસ એજન્સીએ કહ્યું કે આ વેબસાઈટ મોટાભાગે દુબઈમાં કામ કરતા અથવા સ્થાયી થયેલા ભારતીય નાગરિકો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, આ વેબસાઈટ પર બતાવવામાં આવેલી સટ્ટાબાજીની રમતો મૂળ ફિલિપાઈન્સ અને અન્ય દેશોમાં રમાય છે જે સટ્ટાબાજીની પ્રવૃત્તિઓને મંજૂરી આપતા નથી.

ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે મેજિક વિન એક ગેમિંગ વેબસાઇટ છે જેના માલિક પાકિસ્તાની નાગરિક છે. કેટલાક ભારતીય નાગરિકો દુબઈમાં બેસીને આ વેબસાઇટ ઓપરેટ કરતા હતા. વેબસાઇટ પર જે ગેમ્સ પર સટ્ટાબાજી બતાવવામાં આવી હતી તે ફિલિપાઇન્સ અને અન્ય દેશોમાં રમાય છે અને ત્યાં તેના પર સટ્ટો રમવો કાયદેસર છે. ED ની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ખેલાડીઓ અને બુકીઓ દ્વારા ગેમમાં રોકાયેલા રૂુપિયા શેલ કંપની દ્રારા ડાયવર્ટ કરવામાં આવ્યા હતા અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવામાં આવ્યું હતું. જે દુબઈમાં રોકડ કરવામાં આવી હતી. આ મામલામાં ઇડીએ અત્યાર સુધીમાં ૬૮ વખત સર્ચ ઓપરેશન હાથ ધયુ છે. ઇડી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મની લોન્ડરિંગ કેસમાં અત્યાર સુધીમાં ૩ કરોડ ૫૫ લાખ પિયા જ કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news