Latest Gold Rate: આજે પણ ઘટ્યો સોનાનો રેટ, ખરીદવા માટે સોનેરી તક! જાણો 10 ગ્રામ સોનાનો અમદાવાદમાં શું છે ભાવ
ગોલ્ડ સતત ચોથા દિવસે સસ્તું થયું છે. 24 કેરેટ ગોલ્ડ રેટ 76800 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જો તમારા ઘરમાં પણ લગ્ન હોય તો સોનું ખરીદવા માટે આ સારો સમય કહી શકાય. ચેક કરો લેટેસ્ટ રેટ.
Trending Photos
આજે શનિવારના રોજ 21મી ડિસેમ્બરે સોનું સસ્તું થયું છે. ગોલ્ડ સતત ચોથા દિવસે સસ્તું થયું છે. 24 કેરેટ ગોલ્ડ રેટ 76800 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જો તમારા ઘરમાં પણ લગ્ન હોય તો સોનું ખરીદવા માટે આ સારો સમય કહી શકાય. આજે 21 ડિસેમ્બરના રોજ સોનાના ભાવમાં 350 રૂપિયા સુધીનું કરેક્શન જોવા મળ્યું છે. તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે એ પણ ચેક કરો.
21 ડિસેમ્બરે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ
મનીકંટ્રોલ (હિન્દી)ના રિપોર્ટ મુજબ દેશમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 90500 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. કાલે ચાંદીનો ભાવ 92500 રૂપિયા હતો. ચાંદીના ભાવમાં 2000 રૂપિયા સુધીનો કડાકો જોવા મળી રહ્યો છે.
કેમ સસ્તું થયું સોનું અને ચાંદી
વેપારીઓ મુજબ લોકલ જ્વેલર્સ અને ઈન્ડસ્ટ્રિયલ યુનિટની ઓછી માંગણીના કરાણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે વૈશ્વિક બજારમાં પણ ફેડરલ રિઝર્વના વ્યાજ દરોમાં ઓછા કાપના સંકેતના કારણે પણ સોનાની માંગણી નબળી પડી છે. ઘરેલુ બજારમાં 75500 રૂપિયાનું સ્તર કઈક હદે સમર્થન આપી રહ્યું છે. પરંતુ વ્યાજ દરોની અનિશ્ચિતતા અને આવનારા આર્થિક આંકડાના કારણે સોનાના ભાવમાં ઉતાર ચડાવનો માહોલ છે.
શું 2025માં વધશે ભાવ
છેલ્લા 2 અઠવાડિયાના ટ્રેન્ડને જોઈએ તો સોનું એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. જો કે એક્સપર્ટનું માનવું છે કે 10 ગ્રામ સોનાનો ભાવ વર્ષ 2025માં 90000 રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે સોનું આગામી વર્ષે સારું રિટર્ન આપી શકે છે. આવામાં વર્ષ 2024માં ગોલ્ડમાં રોકાણ કરવાનો બેસ્ટ ટાઈમ રહી શકે છે. દેશમાં સોનાનો ભાવ લોકલ અને ઈન્ટરનેશલ કારણો પર નક્કી થતા હોય છે. અમેરિકામાં મિક્સ આર્થિક આંકડા અને ફેડરલ રિઝર્વના વ્યાજ દરોના નિર્ણયની અસર સોનાના ભાવ પર પડી છે.
21 ડિસેમ્બરે કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ
શહેર | 22 કેરેટ | 24 કેરેટ |
દિલ્હી | 70550 | 76950 |
નોઈડા | 70550 | 76950 |
ગાઝિયાબાદ | 70550 | 76950 |
જયપુર | 70550 | 77280 |
ગુડગાંવ | 70550 | 77280 |
લખનઉ | 70550 | 77280 |
મુંબઈ | 70400 | 76800 |
કોલકાતા | 70400 | 76800 |
પટણા | 70450 | 76850 |
અમદાવાદ | 70450 | 76850 |
ભુવનેશ્વર | 70400 | 76800 |
બેંગલુરુ | 70400 | 76800 |
IBJA રેટ્સ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે સાંજે 170 રૂપિયા તૂટીને 75377 રૂપિયા પર બંધ થયો હતો. જે સવારે 75547 રૂપિયા પર ઓપન થયો હતો. જ્યારે ચાંદી 567 રૂપિયા તૂટીને 85133 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. જે કાલે સવારે 85700 રૂપિયા પર ખુલી હતી.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે