Weekly Gold Price: આ અઠવાડિયે સોનાના ભાવમાં થયો એવો મોટો ફેરફાર....ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો રેટ

Gold Rate: સતત અનેક અઠવાડિયા બાદ આ સપ્તાહે સોનાના ભાવમાં તેજી જોવા મળી. ગત સપ્તાહે ગોલ્ડના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. આ અઠવાડિયે તેજી જોવા મળી.

Weekly Gold Price: આ અઠવાડિયે સોનાના ભાવમાં થયો એવો મોટો ફેરફાર....ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો રેટ

સતત અનેક અઠવાડિયા બાદ આ સપ્તાહે સોનાના ભાવમાં તેજી જોવા મળી. ગત સપ્તાહે ગોલ્ડના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. આ અઠવાડિયે મામૂલી તેજી જોવા મળી. અઠવાડિયાના છેલ્લા દિવસે સોનાનો ભાવ 58670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. ગત અઠવાડિયે છેલ્લા કારોબારી દિવસે સોનાનો ભાવ 58405 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયો હતો. જુલાઈના શરૂઆતના અઠવાડિયામાં આવેલી તેજી બાદ સતત ગોલ્ડના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. 

જુલાઈમાં સોનાનો  ભાવ 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડા નજીક પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ ભાવમાં ઘટાડો થવાનો શરૂ થઈ ગયો અને હવે 58 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના દાયરામાં જોવા મળી રહ્યો છે. 

આ અઠવાડિયે આવો રહ્યો ભાવ
IBJA Rates મુજબ આ અઠવાડિયે પહેલા કારોબારી દિવસે સોમવારે સોનાના ભાવ 58345 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. મંગળવારે ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી અને તે 58548 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયો. બુધવારે સોનાના ભાવ ચડ્યા અને તે 58605 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા. ગુરુવારે સોનાના ભાવ 58787 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ક્લોઝ થયા. શુક્રવારે ભાવમાં ઘટાડો  થયો અને તે 58670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયો. 

કેટલું મોંઘુ થયું સોનું
ગત સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે સોનાનો ભાવ 58405 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયો હતો. આ રીતે ગોલ્ડનો ભાવ આ સપ્તાહે 265 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયો. આ સપ્તાહે સોમવારે સોનું સૌથી સસ્તું 58345 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર વેચાયું અને સૌથી મોંઘુ ગુરુવારે 58787 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું. 

24 કેરેટવાળા સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ભાવ મુજબ 24 કેરેટવાળા સોનાના ભાવ 25 ઓગસ્ટ 2023ના રોજ વધુમાં વધુ 58720 રૂપિયા રહ્યા. જ્યારે 22 કેરેટવાળા ગોલ્ડનો ભાવ 58485 રૂપિયા જોવા મળ્યો. તમામ પ્રકારના ગોલ્ડના રેટની ગણતરી ટેક્સ વગર કરાયેલી છે. સોના પર જીએસટી અલગથી આપવો પડે છે. આ ઉપરાંત ઘરેણા પર મેકિંગ ચાર્જ આપવો પડે છે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news